- ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ
- ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ સામે 172 રનથી પરાજય
- ઓસ્ટ્રેલિયા 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 172 રને વિજય થયો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું કે તે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ ક્યારે છોડશે. જે બાદ ચાહકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
ખેલાડીની નિવૃત્તિ બાદ સુકાની પદ છોડી દેશે
મેચ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે નાથન લાયન શાનદાર નિયંત્રણ સાથે બોલિંગ કરે છે જે અમારી ટીમ માટે ઘણું સારું છે. હું ઈચ્છું છું કે નાથન લાયન વર્ષ 2027 સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખે અને ટીમ માટે શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખે. તેની ફિટનેસ પણ ઘણી સારી છે, જો ભવિષ્યમાં તેની ફિટનેસ આવી જ રહેશે તો તે ઓસ્ટ્રેલિયા માટે 10 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. મેં તેને પહેલા જ કહી દીધું છે કે જે દિવસે તે ક્રિકેટમાંથી નિવૃત્ત થશે તે દિવસે હું ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સી પણ છોડી દઈશ.
ઓસ્ટ્રેલિયા 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાઈ હતી. જે ઓસ્ટ્રેલિયાએ 172 રનથી જીતી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ 8 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં હરાવ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીન બેટિંગમાં અને નાથન લાયને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કેમરન ગ્રીને પ્રથમ દાવમાં 174 રનની અણનમ ઇનિંગ રમી હતી. જે બાદ બંને ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે નાથન લાયને 10 વિકેટ ઝડપી હતી. કેમરૂન ગ્રીનને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે કાંગારૂ ટીમે બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.


