- અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા
- શહેરમાં અસામાજિક તત્ત્વોની રંજાડની રાવ અંગે યોગ્ય કાર્યવાહી
- મહેશભાઈએ શહેર પિૃમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
પાલનપુરમાં આબુ હાઈવે પર આવેલ ભીમરાવનગરમાં રહેતા અને મૂળ અમીરગઢ તાલુકાના બાંટાવાડા ગામના મહેશભાઈ હરજીભાઈ પરમાર સહિતના આસપાસના ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ એક જ રાતમાં રૂા.1.88 લાખની મતાની ચોરી કરી પલાયન થઈ જતા આ અંગે શહેર પિૃમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાલનપુરમાં હમણાં હમણાં ગઠિયાઓ અને ચોર ઈસમોની રાવ ઊઠી છે. હાઈવે પીકઅપ સ્ટેન્ડ પર અવારનવાર મુસાફરોના પાકીટ, મોબાઈલ તેમજ મહિલાઓની બેગમાંથી પર્સની ચોરી કરતી ટોળકી અવારનવાર ચોરી કરી પલાયન થઈ જાય છે. તાજેતરમાં જ એક ઈસમને લોકોએ ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી. ત્યારે પાલનપુરના આબુ હાઈવે પર આવેલ ભીમરાવનગરમાં રહેતા બાંટાવાડા ગામના મહેશભાઈ હરજીભાઈ પરમાર મજૂરી કરીને ભાડાના મકાનમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.02/05/2024ના રોજ બપોરના સુમારે પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને તારીખ 04/03/2024ના રોજ પરત ઘરે આવેલા અને મકાનનું તાળું ખોલવા જતા જોયું તો તાળું ખુલ્લું હતું અને દરવાજો ખોલીને અંદર જઈને જોયું તો સામાન વેરવિખેર પડેલો હતો.અને તિજોરીનું તાળું તોડી અને તસ્કરોએ અંદર પડેલા સોના-ચાંદીના દાગીના સહિત રૂા.34 હજારની મતાની ચોરી થઈ હોઈ તેમણે બાજુમાં રહેતા પાડોશીને જાણ કરતાં તેમણે આવીને જોયું તો મહેશભાઈ જે ઘરમાં રહે તે ઘરની નીચે રહેતા રૂક્ષ્મણીબેન રાહુલભાઈ શ્રીમાળી તેમના વતન મલાણા ખાતે ગયા હતા. તેમના મકાનનું પણ તાળું તૂટેલું હોઈ તેણીને જાણ કરતાં તેઓ આવી જતા ઘરમાં તપાસ કરતાં તેમના ઘરમાંથી પણ તસ્કરોએ તાળા તોડી રૂા.1.54 લાખની રોકડ તથા દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતા અને આ અંગે આસપાસમાં જાણ થતાં ખબર પડેલ કે બાજુમાં આવેલ પંછીલ સોસાયટીમાં રહેતા જશવંતભાઈ પરમાર પણ ભાવનગર ગયા હોઈ તેમના મકાનના પણ તાળાં તોડી અને ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જો કે તેઓ હાજર ન હોઈ તેમના ઘરમાંથી ચોરી કેટલી રકમની થઈ તે જાણી શકાયું નહોતું. આમ એક જ રાતમાં તસ્કરોએ ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી પલાયન થઈ જતાં મહેશભાઈએ શહેર પિૃમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


