- ધારાસભ્ય દ્વારા તાલુકામાં પાણીની સમસ્યા બાબતે રજૂઆત
- પાણી-પુરવઠા મંત્રીને પત્ર લખી વિસ્તારમાં સર્જાતી પાણીની સમસ્યાથી વાકેફ કર્યા
- પંપીગ સ્ટેશનની બંધ મશીનરી ક્લોરીના પંપ સેટ ચારેય બંધ છે
રાધનપુર સમી સાતલપુર તાલુકામાં ઉનાળા પહેલા લોકોને પાણી મળે તે બાબતે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને લેખિતમાં રજૂઆત કરાઈ હતી કે સમી, સાંતલપુર, રાધનપુર અને શહેરમાં ઉનાળામાં લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને તાલુકાના છેવાડાના ગામો તેમજ શહેરમાં સતત પાણી મળતું રહે જ્યારે સમી પંપીગ સ્ટેશનની બંધ મશીનરી ક્લોરીના પંપ સેટ ચારેય બંધ છે. બ્રીજની મોટરો પણ બંધ છે. પાણીમાં કબૂતરના મરેલા બચ્ચા તરી રહ્યા છે. મેઈન પાણીનો ટાંકો ઘણા સમયથી કરેલ નથી. ફિલ્ટર બેડની સાફ્ સફઈ મરામત ઘણા સમયથી કરેલ નથી .દાદકા હેડ વકર્સ પર સ્ટોરેજ ટાંકાની છતનો કાટમાળ ટાંકાની અંદર જ પડયો છે. તેની સાફ્ સફઈ કરેલ નથી. તેમજ બે મોટરમાંથી એક મોટર બે વર્ષથી બંધ છે. એક મોટર ચાલુ છે. ખુલ્લા ટાકામાં પાણી સમી ફ્લ્ટિર પ્લાન્ટથી આવે છે. દાદકાથી વેડ હેડ વર્ક્સ પર કેટલુ પાણી આવે છે તેનું પણ મીટર નથી. વેડ હેડ વર્ક્સ પર માત્ર ત્રણ કલાક જ દાદકા થી પાણી અપાય છે. વેડ હેડ વર્કસ પર બોરથી પાણી સંપ ભરાય છે.એક માત્ર વેડ બાદરગંજ ગ્રામ પંચાયતને પાણી અપાય છે. તેમને પણ પુરતુ પાણી મળતુ નથી ચારેય દિવસે વારો આવે છતાંય પાણી પુરતુ મળતુ નથી. આજે પણ બાદરગંજ ગામે છેવાડા સુધી પાણી પહોંચતું નથી. સમી પાણી પુરવઠા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનો તેમજ સાફ્ સફઈ મરામતનો તેમજ જરૂરી સાધનો નથી. તેમજ સાંતલપુરના ચોરાડ વિસ્તારના ગામોમાં તેમજ રાધનપુર ના છેવાડાના ગામો શહેરમાં ઉનાળામાં પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે મુજબ આયોજન કરવું જેથી પાણીની સમસ્યા રહે નહી. ઉપરોક્ત વિગતે પાણી પુરવઠા દ્વારા વ્યવસ્થા કરવા માટે મારી પાણી પુરવઠા મંત્રી સમક્ષ લાગણી સાથે માગણી ઉઠવા પામી છે.
વર્ષોથી પાણીની સમસ્યા કયારે હલ થશે ?
પાટણ જિલ્લાના રાધનપુર સહિત મોટાભાગના વિસ્તારોમાં ઉનાળો આવતાં જ પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે. પીવાના પાણી માટે આ પંથકના બાળકો સહિત મહિલાઓને દર વર્ષે રઝળપાટ કરવો પડે છે. કેટલીક વાર તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકો સહિત મહિલાઓ પીવાના પાણી માટે દર-દરની ઠોકરો ખાઇ રહી છે. સત્વરે પીવાના પાણીની તંગી કાયમી ધોરણે હલ થાય તે માટે સ્થાનિકોએ તંત્ર સહિત સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે. છતાં હજુ સુધી વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમતા સ્થાનિકોને પરિણામ મળ્યું નથી.


