- નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર બનાવ્યું નવું નેવલ બેઝ
- પાકિસ્તાન-માલદીવ-ચીનની હરકતો પર રહેશે બાજ નજર
- મિનીકોય ટાપુ પર બનશે નવી એરસ્ટ્રીપ, સેના માટે નવી સુવિધા
ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પરના પોતાનું નવું નૌકાદળ INS જટાયુને સેનામાં સામેલ કરી દીધું છે. આ તકે નેવી ચીફ એડમિરલ આર. હરિકુમાર હાજર રહ્યા હતા. આ નેવલ બેઝ પરથી પાકિસ્તાન, માલદીવ અને ચીનની ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકાશે.
આ સિવાય આ બેઝ પરથી ચાંચિયાઓને પણ ઝડપથી કાબૂમાં કરી શકાશે. તેમજ ભારતીય દરિયાઈ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર રોક લાગશે. મિનિકોયમાં બેનલ INS જટાયુ નેવલ બેઝથી માલદીવનું અંતર માત્ર 524 કિમી છે. અગાતી ટાપુ પરની એરસ્ટ્રીપને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે.
આ એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ અને હેવી એરક્રાફ્ટ માટે કરવામાં આવશે. તો સાથે સાથે, માલદીવ, પાકિસ્તાન અને ચીનની ગતિવિધિઓ પર સીધી નજર રાખવામાં પણ મદદ મળશે. અસલમાં લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુ નવ ડિગ્રી ચેનલ પર છે. જ્યાંથી દર વર્ષે કરોડો ડોલરનો બિઝનેસ થાય છે. આ ઉત્તર એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેનો માર્ગ છે.
મિનીકોય પર નવી એરસ્ટ્રીપ, સેના માટે નવી સુવિધા
એટલું જ નહીં, ભારત સરકારે મિનિકોય ખાતે નવી એરસ્ટ્રીપ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. જેથી ભારતીય સેના હિંદ અને અરબી મહાસાગરમાં શાંતિ સ્થાપી શકે. આ ઉપરાંત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા જાળવી શકીશું. ભારત સરકારે હમણાં જ આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં એક નવી સુવિધા બનાવી છે.
સેના દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂર્વમાં આંદામાન અને પશ્ચિમમાં લક્ષદ્વીપ પર મજબૂત તૈનાતીને કારણે ભારતની દરિયાઈ સરહદ સુરક્ષિત રહેશે. બંને ટાપુ જૂથો પર પ્રવાસન પણ વધશે. લોકો અહીં ફરતી વખતે સુરક્ષિત મહેસૂસ કરશે.


