- ધો 10ની વિદ્યાર્થિનીને પોલીસે સ્કૂલે પહોંચાડી
- વિદ્યાર્થિની અલગ સ્કૂલમાં પહોંચી ગઈ હતી
- પોલીસની ગાડીમાં વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્ર પહોંચી
આજથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી હોય છે અને તેના કારણે બાળકો અને માતા પિતાની મુશ્કેલી વધી જાય છે. આવો જ એક કિસ્સો બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે બોટાદમાં બન્યો છે. અહીં પોલીસે ધોરણ 10ની વિર્દ્યાર્થીનીની મદદ કરી.
શું હતી ઘટના
ઉલ્લેખનીય છે કે આજે સવારે શરૂ થઈ ચૂકેલી બોર્ડની પરીક્ષામાં બોટાદમાં બાળકી તેના પરીક્ષા કેન્દ્ર કરતા અલગ કેન્દ્રએ પહોંચી હતી. બાળકી પરીક્ષા આપવા માટે આદર્શ સ્કૂલ પહોંચી હતી. ખરેખર તેનું પરીક્ષાનું કેન્દ્ર બોટાદનું કેન્દ્ર યોગીરાજ વિદ્યાલય હતું. આ પછી વિદ્યાર્થીનીએ આ માટે પોલીસની મદદ લીધી. પોલીસે પોતાની કારમાં બાળકીને બેસાડી અને તેને તેના યોગ્ય કેન્દ્રએ પહોંચાડી હતી. આ પછી બાળકી યોગ્ય સમયે પહોંચી અને પરીક્ષા આપી શકી હતી.
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સવારે 9 વાગ્યે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે. ધોરણ 10માં 9, 17, 687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં પ્રથમ પેપર ભાષાનું રહેશે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું. ધો – 12 સામાન્ય પ્રવાહમાં 4, 89, 279 વિદ્યાર્થી આપશે પરીક્ષા. ધો – 12 વિજ્ઞાન પ્રવાહમાં 1, 32, 073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પરીક્ષામાં મોનિટરિંગ માટે 1 લાખ અધિકારી – કર્મચારી તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે કુલ 15,38,953 વિદ્યાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ 1.10 લાખ વિદ્યાર્થી ઘટયા છે. ગત વર્ષે 16,49,058 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થી 7,06,321, ખાનગી નિયમિત 12,797, રિપીટર 1,65,845, ખાનગી રિપીટર 4,570, આઈસોલેટેડ 28,154 મળી કુલ 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 3,184 બિલ્ડિંગના 31,829 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થી 1,11,549 નોંધાયા છે, રિપીટર 20,438 મળી કુલ 1,31,987 વિદ્યાર્થી નોંધાયા છે, જેના માટે 147 કેન્દ્ર પર 614 બિલ્ડિંગના 6,714 બ્લોકનો ઉપયોગ કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 3,80,269, રિપીટર 61,130, આઇસોલેટેડ 4,940, ખાનગી નિયનિત 29,523, ખાનગી રિપીટર 13,417 મળી કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 506 કેન્દ્ર પર 1,580 બિલ્ડિંગના 15,751 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


