- લલિત વસોયા પોરબંદરથી ઉમેદવાર બનશે
- વલસાડથી અનંત પટેલ ઉમેદવાર રહેશે
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર હશે
કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠકો પર આખરે ઉમેદવારોની પસંદગી પાર પાડવામાં આવી છે. આ માટે લલિત વસોયા પોરબંદરથી ઉમેદવાર બનશે. જ્યારે વલસાડથી અનંત પટેલ ઉમેદવાર રહેશે ત્યારે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસે 2 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 4 નવા ચહેરા મેદાને ઉતાર્યા છે.
આ ઉપરાંત અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા ઉમેદવાર રહેશે. તેમજ બારડોલીથી તુષાર ચૌધરી ની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યાં દમણ – દીવ (UT)થી અગાઉ પ્રિયંકા ગાંધીના નામ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યાંથી કેતન પટેલ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કચ્છથી નિતેશ લાલણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ સાથે જ કોંગ્રેસે હાલના ધારાસભ્યોમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ જાહેર કરાયા હતા.
જોકે નોંધનીય છેકે, લોકસભાની અગાઉની 2014 અને 2019 ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નહતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા. જે જોતાં આ વખતે નામ જાહેર કરવામાં કાળજી રાખવામાં આવી રહી છે.
કઈ બેઠક પર કોણ હશે સામસામે ?
- બનાસકાંઠામાં રેખા ચૌધરી v/s ગેનીબેન ઠાકોર
- પોરબંદરમાં મનસુખ માંડવિયા v/s લલિત વસોયા
- અમદાવાદ પશ્વિમથી દિનેશ મકવાણા v/s ભરત મકવાણા
- કચ્છમાં નિતેશ લાલન v/s વિનોદ ચાવડા
- બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી v/s પ્રભુ વસાવા
- ભરુચમાં મનસુખ વસાવા v/s ચૈતર વસાવા


