- અમિત શાહે સીએએને લઇને કેજરીવાલને કર્યો સવાલ
- કહ્યું તમે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કેમ નથી બોલતા
- CAA ને લઇને અમિતશાહે વિરોધીઓની કરી બોલતી બંધ
CAA ને લાગુ કરવા નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે દેશભરમાં સીએએ લાગુ થઇ ગયો છે. જેને લઇને વિપક્ષ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી તથા રાહુલ ગાંધીના આ મુદ્દે નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે એએનઆઇ સાથે થયેલી વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ વિરોધ પક્ષોની બોલતી બંધ કરી દીધી હતી. તેઓએ વિરોધીઓને વળતો જવાબ આપ્યો હતો.
કેજરીવાલ વોટબેંકની રાજનીતિ કરે છે- અમિતશાહ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સીએએને લઇને આપેલા નિવેદન પર અમિત શાહે વળતો જવાબ આપતા જણાવ્યું કે કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારત આવ્યા છે, ભારતમાં રહી રહ્યા છે, તેમને માત્ર અધિકારો મળ્યા નથી. તેમને તે અધિકાર આપવો પડશે. આવી સ્થિતિમાં 2014 સુધી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવી પડશે. જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? રોહિંગ્યાઓ મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા? તેઓ આમ કરતા નથી કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.
શરણાર્થીઓના પરિવાર સાથે કેજરીવાલે ચા પીવી જોઇએ- અમિતશાહ
શાહે કહ્યું કે કેજરીવાલ 1947ના ભાગલાની પૃષ્ઠભૂમિ ભૂલી ગયા છે. કદાચ તેણે તે શરણાર્થીઓના પરિવારો સાથે ચા પીવી જોઈએ. તેઓ પોતાની અબજો રૂપિયાની સંપત્તિ પાછળ છોડીને ભારત આવ્યા અને દિલ્હીની દુકાનોમાં શાકભાજીની દુકાનો લગાવી. આ લોકોના મનમાં કોઈ સંવેદનશીલતા નથી. તેઓ સમજી શકતા નથી કે જો આ મહિલાઓની ગરિમા છીનવાઈ જાય અને ધર્મના આધારે અપમાન કરવામાં આવે. તેઓ શું કરશે? શું આપણે પણ તેમની વેદના નહીં સાંભળીએ? તેઓ પચાસ, સાઠ, એંશીના દાયકામાં આવ્યા અને આજે પણ તેમને નાગરિકતા મળી નથી. યોગ્ય નોકરી મળતી નથી. પોતાના નામે મિલકત ખરીદી શકતા નથી. તેઓ મત કેમઆપી શકતા નથી, કેમ ?
આ લોકોનો ગુનો શું છે- અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે આ લોકોનો શું ગુનો છે? તેમણે વિભાજનનો નિર્ણય લીધો ન હતો. કોંગ્રેસ પાર્ટીએ લીધો હતો. તે સમયે બધાએ કહ્યું હતું કે આવનાર દરેકને અમે નાગરિકતા આપીશું. હવે તમારા વચન પરથી હટી રહ્યા છો. પણ ભાજપ તેમની લાગણી અનુભવે છે, આ દેશના વડાપ્રધાન પણ તેમની સંવેદનાઓ અનુભવે છે અને માને છે કે તેમની 75 વર્ષની વેદનાનો એક દિવસ અંત આવવો જોઈએ.
કેજરીવાલે CAA પર શું કહ્યું હતું ?
ઉલ્લેખનીય છે કે CAAનો વિરોધ કરતા અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લગભગ 2.5 થી 3 કરોડ લઘુમતીઓ રહે છે. એકવાર ભારત તેના દરવાજા ખોલશે, આ દેશોમાંથી લોકો મોટા પાયે ભારતમાં આવશે. મતલબ કે આ દેશોમાંથી મોટી સંખ્યામાં લઘુમતીઓને આપણા દેશમાં લાવવામાં આવશે. તેમને રોજગાર આપવામાં આવશે, તેમના માટે ઘર બનાવવામાં આવશે, તેમને અહીં સ્થાયી કરવામાં આવશે. આને 1947 કરતા પણ મોટું સ્થળાંતર ગણાવતા કેજરીવાલે કહ્યું હતું કે આનાથી દેશમાં ચોરી, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ વધશે.


