- હત્યા કરીને જંગલમાં ફેંકી દેવાયો મૃતદેહ
- પૈસા અને લેપટોપની લાલચમાં કરાઇ હત્યા
- બોસ્ટન યુનિવર્સિટીમાં કરતો હતો અભ્યાસ
અમેરિકામાંથી ભારતીય વિદ્યાર્થીઓના મોતના સમાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. ગુંટુરમાં રહેતા વધુ એક ભારતીય વિદ્યાર્થીનું તાજેતરમાં અમેરિકામાં મૃત્યુ થયું છે. મૃતક વિદ્યાર્થીનું નામ પરચુરી અભિજીત છે. અભિજીત માત્ર 20 વર્ષનો હતો. ભારતીય વિદ્યાર્થી બાળપણથી જ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતો. આ જ કારણ છે કે પરિવારે તેને વધુ શિક્ષણ માટે અમેરિકા મોકલ્યો. જોકે, શરૂઆતમાં અભિજીતની માતા ઈચ્છતી ન હતી કે તે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જાય, પરંતુ બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે તેને જવાની મંજૂરી આપી.
તાજેતરમાં જ, અમેરિકામાં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ અભિજીત પર હુમલો કર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને કારમાં લઈ જઈને જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. અભિજીતના પિતાનું નામ ચક્રધર અને માતાનું નામ લક્ષ્મી છે. ભારતીય વિદ્યાર્થી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું.
બોસ્ટન યુનિવર્સિટીમાં અભિજીતને મળ્યું હતું એડમિશન
અભિજીતને બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો. તે અહીં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. ભારતીય વિદ્યાર્થીના આકસ્મિક મૃત્યુ પાછળ પૈસા અને લેપટોપ હોવાનું કહેવાઈ રહયું છે. વાસ્તવમાં, પોલીસનું માનવું છે કે હુમલાખોરોએ ભારતીય વિદ્યાર્થીની તેના લેપટોપ, મોબાઈલ અને પૈસા માટે હત્યા કરી હશે. પરંતુ, કેમ્પસમાં એક ભયાનક ઘટના બની છે. જેના પર અનેક પ્રકારની શંકાઓ ઉભી થઈ રહી છે.
અન્ય વિદ્યાર્થીઓ સાથે તકરાર થવાની સંભાવના
કેટલાક લોકોનું માનવું છે કે મૃતક વિદ્યાર્થીને તેના સાથીદારો સાથે મતભેદો થયા હશે. જે બાદ લડાઈમાં તેનું મોત થયું હતું. અમેરિકામાં તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ અભિજીતના મૃતદેહને ગુંટુર જિલ્લાના બુરીપાલેમ મોકલવામાં આવ્યો છે.


