- વૈજ્ઞાનિકોને ખડકોમાંથી પ્લેટ ટેકટોનિકના પ્રારંભિક પુરાવા મળ્યા
- ભૂસ્તરશાસ્ત્રીય રચના ‘બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટ’ની તપાસ કરાઇ
- ન્યુઝીલેન્ડના હિકુરંગી સબડક્શન ઝોનમાં ભૂકંપ પ્રેરિત સબમરીન ભૂસ્ખલનનો અનુભવ
ભૂસ્તરશાસ્ત્રીઓને આફ્રિકાના 3.3 અબજ વર્ષ જૂના ખડકોમાં વિશ્વના સૌથી જૂના ભૂકંપની માહિતી મળી છે. વૈજ્ઞાનિકોને આ ખડકોમાંથી પ્લેટ ટેકટોનિકના પ્રારંભિક પુરાવા મળ્યા છે. આ શોધમાં, પૃથ્વીના પોપડાને મોટી પ્લેટોમાં વિભાજિત કરવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે આવરણમાં સરકી રહી છે. આ ખડકોએ એ સમજવું પણ સરળ બનાવ્યું છે કે જ્યારે જીવનનો પ્રથમ વિકાસ થયો ત્યારે પરિસ્થિતિ કેવી હશે.
ભૂસ્તરશાસ્ત્રીઓએ દક્ષિણ આફ્રિકામાં એક જટિલ ભૂસ્તરશાસ્ત્રીય રચના ‘બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટ’ની તપાસ કર્યા પછી આ શોધ કરી હતી. જર્નલ જીઓલોજીમાં 27 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલા નવા અભ્યાસ અનુસાર, વૈજ્ઞાનિકોને સમજાયું કે આ ખડકો ન્યુઝીલેન્ડના નાના ખડકો જેવા જ છે. ન્યુઝીલેન્ડના હિકુરંગી સબડક્શન ઝોનમાં ભૂકંપ પ્રેરિત સબમરીન ભૂસ્ખલનનો અનુભવ થઈ ચૂક્યો છે.
ભૂકંપ દરમિયાન નીકળે છે પ્રચંડ ઉર્જા
ન્યુઝીલેન્ડની વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનના ભૂ-વિજ્ઞાની અને મુખ્ય લેખક સાઈમાન લેમ્બે આ અંગે માહિતી આપી છે. મીડિયા અહેવાલ અનુસાર, ‘આ ધરતીકંપો દરમિયાન મુક્ત થતી ખૂબ જ શક્તિશાળી છે અને તે સમગ્ર પ્રદેશને હલાવી નાખવામાં સક્ષમ છે.’ અભ્યાસ અનુસાર, બાર્બર્ટન ગ્રીનસ્ટોનનું નામ તેના લીલા રંગને કારણે રાખવામાં આવ્યું છે. આ શોધ એ 3.2 બિલિયન અને 3.6 બિલિયન વર્ષો પહેલા પૃથ્વી માટેના સૌથી વ્યાપક ભૂસ્તરશાસ્ત્રીય રેકોર્ડ પૈકી એક છે. આ વિસ્તારને સમજવા માટે સંશોધકોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે અહીંની ભૂસ્તરશાસ્ત્ર ખૂબ જ મુશ્કેલ છે.
બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટની કરાઇ તપાસ
ન્યુઝીલેન્ડ સંશોધન સંસ્થા ‘GNS સાયન્સ’ના મુખ્ય વૈજ્ઞાનિક સહ-લેખક કોર્નેલ ડી રોન્ડે 2021માં બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટનો આંશિક નકશો પ્રકાશિત કર્યો હતો. ભૂસ્તરશાસ્ત્રી લેમ્બે જણાવ્યું કે અહીં ખડકોનો મોટો ઢગલો છે, જે હવે મુખ્ય જગ્યાએથી ખસી ગયો છે. લેમ્બે દાવો કર્યો હતો કે બાર્બર્ટન ગ્રીનસ્ટોન પટ્ટો ન્યુઝીલેન્ડના પૂર્વ ભાગમાં 20 મિલિયન વર્ષ જૂના ખડકો અને તાજેતરના સબમરીન ભૂસ્ખલનમાં જોવા મળતા સમાન છે.


