બેફામ કાર ચાલકે લુહાણા વેપારીનો જીવ લીધો : ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આજે વહેલી સવારે રામાપીર ચોકડી નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ઝડપે જતી એક મોટરકારે લુહાણા વેપારી સ્કુટર ચાલકને હડફેટે લઇ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજાવ્યું હતું. શહેરમાં મધરાત્રે અને દિવસે પણ દારૂડીયાઓ બેફામ વાહન ચલાવે છે. આ કિસ્સામાં પણ પીધેલા શખ્સો વાહન ચલાવતા હોય તેવું નજરે જોનારાને લાગ્યુ હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાનમાં આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં પોતાના બાઈક પર ઘરે જઈ રહેલા કિરીટ પૌંદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ફોક્સવેગન કારચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કારચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે.
રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત થયો છે. દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. કારે બાઇકને અંદાજીત 200 મીટર ઢસડી હતી. અકસ્માતમાં કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત થયુ છે. પોલીસે મનુષ્ય સાઅપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે. અક્સ્માત સર્જનાર બંને શખ્સ પોલીસ સકંજામાં આવ્યા છે. રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. કિરીટભાઈ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવે છે. જેમાં અકસ્માતમાં કારમાં સવાર બન્ને શખ્સો દારૂના નશામાં ધૂત હતા. પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.
સમગ્ર મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભારાઇનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ચિમ રાધિકા ભારાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કારચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા અને અનંત ગજજર નામનો વ્યક્તિ કાર ચલાવતો હતો. કારમાં સવાર બને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ મેડિકલ ટેસ્ટમાં બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. સમગ્ર મામલે RTO અને FSL ના અધિકારીઓની મદદ લેવામાં આવી છે


