તા.28-03-2024ના રોજ ભુસ્તરશાસ્ત્રીની કચેરી-મોરબીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા મોરબી તાલુકાના મકનસર ખાતે તુલસી પેટ્રોલપમ્પ પાછળના ભાગે આકસ્મિક રેડ કરી કરવામાં આવી હતી જેમાં બિનઅધિકૃત સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરી વહન કરવા બદલ GJ03EA1112 નંબરનું લોડર જેના ઓપરેટર ટીંકુભાઇ માનસિંગભાઈ વસુણીયા અને ડમ્પર નંબર GJ36V8078 જેના ચાલાક વિજય વેરશીભાઈ આંત્રેશાને પકડવામાં આવેલ હતા અને દરિયાલાલ કોમ્પ્લેક્સ પાસે વાંકાનેર રોડ, મોરબી ખાતેથી ૧ ડમ્પર નંબર GJ13AW8588 જેના ચાલાક મુસ્તકીમ મજીદ પઠાણને ફાયરકલે ખનીજના ગેરકાયદેસર વહન બદલ સીઝ કરી તાલુકા પોલીસ મથક ખાતે મૂકવામાં આવેલ છે. ત્યારે કુલ ૧ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.



