મોટાદડવા ખાતે શેખલીયાની વાડીમાં મા ખોડલ તેમજ બુટભવાની માતાજીના સ્થાનકે ધજા ફરકાવવામાં આવી હતી જેમાં વેગડા પરિવારના મોભી રમેશદાદા વેગડા દ્વારા આ ઉત્સવ ઉજવાયો હતો આ ઉત્સવમાં ધજાનું પૂજન માતાજીના અનોખા પૂજન સાથે સામૈયાથી ધજાને વધાવામાં આવી હતી ધૂન રાસની રમઝટ સાથે આ ઉત્સવ રંગેચંગે ઉજયાયો હતો આ તકે મંદિરના ભુવા બાઘાભાઈ શેખલીયા તથા લાલભાઈ શેખલીયા વિનુભાઈ તથા અરવિંદભાઈ ગોબરભાઈ તથા દિવુભાઈ વાળા આલ્કુભાઈ વાળા વજુબાપુ વાળા સહિતના આગેવાનો હાજર રહી માતાજીના જય જય કાર સાથે ધ્વજ વંદના કરવામાં આવી હતી આ તકે રમેશભાઈ વેગડા દ્વારા આ ઉત્સવમાં સહભાગી થતા વેગડા પરિવારમાં ઉત્સાહમાં અનેરો આનંદ છવાયો હતો અહીં ધજા વંદના પૂજન માતાજીની ધૂન સાથે શેખલીયા પરિવારના તમામ ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.


