- ભાજપ કુલ 26 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે
- કોંગ્રેસે 24 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે
- આપ 2 બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે
રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષે તૈયારી કરી દીધી છે. જેમાં હવે 26 બેઠકો પર મુખ્ય પક્ષના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે.
ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેના માટેનું ભાજપ અને કોંગ્રેસનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી રહ્યા છે.
-
બેઠક ભાજપ કોંગ્રેસ + આપ ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેલ કચ્છ (SC) વિનોદભાઈ ચાવડા નિતેશ લાલણ બનાસકાંઠા રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર પાટણ ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશભાઈ મકવાણા ભરત મકવાણા રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી પોરબંદર મનસુખભાઈ માંડવિયા લલિત વસોયા જામનગર પૂનમબેન માડમ જે.પી. મારવિયા આણંદ મિતેશભાઈ પટેલ અમિત ચાવડા ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચોહાણ દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર પ્રભાબેન તાવિયાડ ભરૂચ મનસુખભાઈ વસાવા ચૈતર વસાવા (AAP) બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા સિદ્ધાર્થ ચૌધરી નવસારી સી.આર. પાટીલ નૈષધ દેસાઈ સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌઘરી અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP) વડોદરા હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી વલસાડ ધવલ પટેલ અનંત પટેલ જૂનાગઢ રાજેશ ચુડાસમા હિરાભાઈ જોટવા સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર અમરેલી ભરત સુતરિયા જેનીબેન ઠુમ્મર


