By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્યારે સ્વસ્તિક માત્ર પ્રતીક નહીં, એક જીવંત યાત્રા બની જાય…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જ્યારે સ્વસ્તિક માત્ર પ્રતીક નહીં, એક જીવંત યાત્રા બની જાય…

Editor
Last updated: 2026/11/26 at 12:53 PM
4 hours ago
Share
જ્યારે સ્વસ્તિક માત્ર પ્રતીક નહીં, એક જીવંત યાત્રા બની જાય…
SHARE

પ્રાસંગિક

☘️☘️☘️

ચાર દિશા, એક મંગલ… ભારત સ્વસ્તિક યાત્રા – સોપાન ૨

ડૉ.પૂજા તન્ના

☘️☘️☘️

જ્યારે સ્વસ્તિક માત્ર પ્રતીક નહીં, એક જીવંત યાત્રા બની જાય…

 

ભારતની ધરતી પર શ્રદ્ધાના અનેક માર્ગો છે, અને દરેક માર્ગ પોતાની સાથે કોઈ ને કોઈ મંગલભાવ લઈને ચાલે છે. ક્યારેક આ શ્રદ્ધા મંદિરના શિખર પર લહેરાતી ધજામાં દેખાય છે, તો ક્યારેક કોઈ સંતના શબ્દોમાં, ક્યારેક ભક્તના મૌનમાં અને ક્યારેક અનેક અજાણ્યા લોકોને એક જ ભાવનાથી જોડતી સામૂહિક યાત્રામાં. ‘ભારત સ્વસ્તિક યાત્રા’નું બીજું સોપાન પણ આવો જ એક મંગલમય સંકલ્પ બનીને પૂર્ણ થયું છે. જેમાં રેલવેના પાટા પર માત્ર એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચવાની સફર નહોતી, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ, સદભાવ અને આત્મીયતાને સાથે લઈને ચાલતો ભારતનો એક સુંદર અનુભવ હતો.

 

કન્યાકુમારીથી કેદારનાથ સુધીના પ્રથમ સોપાન બાદ દ્વારકાથી જગન્નાથપુરી સુધીની આ યાત્રા ભારતના પશ્ચિમથી પૂર્વ તરફ એક નવા આધ્યાત્મિક લય સાથે આગળ વધી અને સફળતાપૂર્વક સંપન્ન થઈ. દ્વારકાધીશની પવિત્ર ભૂમિથી જગન્નાથના ધામ સુધી, અનેક પ્રદેશો, પરંપરાઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓને સાંકળતી આ યાત્રા માત્ર પ્રવાસ નહોતી, ભારતના આત્માને એક તાંતણે બાંધવાનો એક સુંદર પ્રયાસ હતો.

 

સ્વસ્તિક… ચાર દિશામાં વિસ્તરતું એક પ્રાચીન મંગલચિહ્ન. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનો અર્થ માત્ર શુભ શરૂઆત પૂરતો સીમિત નથી. એમાં કલ્યાણ છે, સમૃદ્ધિ છે, શાંતિ છે, સુખ છે અને સૌના હિતનો ભાવ છે. ‘સ્વસ્તિ’ એટલે સૌનું સારું થાય, સૌનું કલ્યાણ થાય. આપણા ઘરના ઉંબરે, પૂજાના સ્થાનમાં, શુભ પ્રસંગોમાં સ્વસ્તિક દોરીને આપણે જાણે જીવનના દરેક પ્રવેશદ્વારે મંગલને આમંત્રિત કરીએ છીએ. પરંતુ જ્યારે આ મંગલભાવ કાગળ કે દીવાલ પરના પ્રતીકમાંથી બહાર નીકળીને દેશની ધરતી પર યાત્રા કરે, ત્યારે એ પ્રતીકનું અર્થઘટન પણ વિસ્તરી જાય છે.

 

બે વિશેષ ટ્રેનોમાં આશરે નવસો સહયાત્રીઓ સાથે નીકળેલી આ યાત્રા જાણે સ્વસ્તિકના ચાર હાથની જેમ અનેક દિશાઓમાં શુભત્વનો સંદેશ વહેંચી રહી હતી. ટ્રેનના ડબ્બાઓ અહીં માત્ર બેઠક, બર્થ અને મુસાફરીની સુવિધાઓ નહોતા. અહીં એક અલગ જ દુનિયા વસતી હતી. કોઈના હોઠ પર ભજન હતું, કોઈના હૃદયમાં રામકથાનો ભાવ હતો, કોઈની આંખોમાં સ્થળદર્શનનો આનંદ હતો, તો કોઈ અજાણ્યા સહયાત્રી સાથે ઓળખાણના તાર જોડીને આત્મીયતાનો અનુભવ કરી રહ્યું હતું. રોજિંદા જીવનમાં જે લોકો એકબીજાને કદાચ ક્યારેય મળવાના નથી, તેઓ આ યાત્રામાં એક જ ભાવના, એક જ શ્રદ્ધા અને એક જ મંગલસંકલ્પના સહભાગી બન્યા.

 

દ્વારકા, સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચાંપારણ, માયાપુર, કોલકાતા અને જગન્નાથપુરી… આ નામો માત્ર નકશા પરના પડાવ નહોતા. દરેક સ્થળે શ્રદ્ધાની પોતાની ભાષા છે, ભક્તિની પોતાની પરંપરા છે, સંસ્કૃતિની પોતાની સુગંધ છે. અને આ તમામ સુગંધોને એક જ યાત્રામાં સમાવી લેવાનો પ્રયાસ ખરેખર વિશેષ છે. જગત મંદિરની ધજા દ્વારકાથી જગન્નાથપુરી સુધી સાથે લઈ જવાનો ભાવ પણ જાણે બે પવિત્ર પરંપરાઓ વચ્ચેના આત્મીય સંવાદનું પ્રતીક બની રહ્યો.

 

આ યાત્રાનો એક પ્રસંગ તો સહયાત્રીઓ માટે જીવનભર યાદ રહી જાય એવો બની ગયો. માયાપુર ખાતે બપોરે બે વાગ્યે પહોંચીને કથા કરવાની યોજના હતી, પરંતુ ટ્રેનના એન્જિનમાં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાને કારણે યાત્રા વિલંબિત થઈ અને ટ્રેન રાત્રિના બે વાગ્યે માયાપુર પહોંચી. સમયની આ અનિશ્ચિતતા વચ્ચે પણ પૂજ્ય મોરારીબાપુનો સહજ, પ્રસન્નતાભર્યો સંદેશ સહયાત્રીઓ માટે જાણે આનંદનો મંત્ર બની ગયો. બાપુએ કહ્યું કે કોઈ ચિંતા ન કરશો, આનંદ કરતા રહેજો. ટ્રેન જ્યારે પહોંચશે ત્યારે કથા કરીશું, નહીં પહોંચે તો બીજા દિવસે કરીશું. કથાની ચિંતા છોડી દો, પ્રસન્ન રહો, મજા કરતા રહો.

 

સમય સામે નહીં, સમય સાથે ચાલવાનો આ ભાવ કેટલો સુંદર! કોઈ ઉતાવળ નહીં, કોઈ અકળામણ નહીં, કોઈ ફરિયાદ નહીં. યાત્રાનો આનંદ યાત્રામાં જ છે, ગંતવ્યની ઘડિયાળમાં નહીં, એ જાણે આ પ્રસંગે સૌને અનુભવાયું.

 

અને પછી, રાતના બે વાગ્યે ટ્રેન માયાપુર પહોંચી! પરંતુ રાત્રિની શાંતિમાં કથા માટે ઊભો થયેલો પંડાલ તો શ્રદ્ધા અને ઉત્સાહથી ચિક્કાર ભરેલો હતો. ઘડિયાળના કાંટા મધરાત વટાવી ચૂક્યા હતા, છતાં શ્રોતાઓની હાજરી, ઉત્સુકતા અને કથાપ્રેમમાં કોઈ ઘટાડો નહોતો. પૂજ્ય બાપુએ રાત્રિના બે વાગ્યે કથા શરૂ કરી. આટલી ઉંમરે પણ સમયની અનુકૂળતા કરતાં શ્રોતાઓના ભાવને પ્રાધાન્ય આપતા બાપુની આ સહજતા અને સમર્પણ સૌ માટે એક વિશેષ અનુભવ બની રહ્યાં. વિદેશની ધરતી પર પણ અગાઉ મોડી રાત્રે કથા કરવાના પ્રસંગો બાપુના જીવનમાં બન્યા છે, પરંતુ આ યાત્રામાં રાત્રિના બે વાગ્યે શરૂ થયેલી કથા અને પરોઢિયે નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં સાથે થયેલો તેનો વિરામ, એક અલગ જ ભાવાનુભૂતિ લઈને આવ્યો. રાતના અંધકારમાંથી સવારના અજવાળાં સુધી રામકથાનો પ્રવાહ વહેતો રહ્યો. જાણે ભક્તિએ સમયની સીમાઓને પણ ઓગાળી દીધી હોય! થાકેલા શરીરો વચ્ચે જાગતાં હૃદય, રાતના શાંત આકાશ નીચે ગુંજતા શબ્દો અને અંતે પ્રભાતના સ્વરમાં ભળતાં પ્રભાતિયાં… આ દૃશ્ય, આ ક્ષણ અને આ અનુભૂતિ યાત્રાના સૌથી રોચક અને યાદગાર સોપાનોમાંનું એક બની રહ્યાં.

 

મોરારીબાપુના જીવનમાં યાત્રા અને રામકથા હંમેશાં માણસને માણસ સાથે, માણસને મૂલ્યો સાથે અને માણસને પોતાના અંતરાત્મા સાથે જોડવાનું માધ્યમ બની રહ્યાં છે. આટલા વિશાળ સ્તરે, વિશેષ ટ્રેનોના માધ્યમથી, અનેક પવિત્ર સ્થળોને સાંકળતી રામકથાની આ યાત્રા એક વિશિષ્ટ આયોજન તરીકે ઊભરી આવે છે. અહીં કથા માત્ર વ્યાસપીઠ પર નથી, કથા માર્ગમાં પણ છે. અહીં રામ માત્ર શબ્દોમાં નથી, સહયાત્રીઓના વર્તનમાં, સેવા કરનારના હાથમાં, વહેંચાતા ભોજનમાં અને અજાણ્યા માટે ઊભી થતી આત્મીયતામાં પણ છે.

 

આટલી વિશાળ યાત્રાને સુવ્યવસ્થિત રીતે સાકાર કરવી એ પણ એક મહાયજ્ઞ છે. મદન પાલિવાલ અને રૂપેશભાઈ તથા તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ, પ્રવાસીઓની સુવિધા માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થિત દુનિયા, ભોજન માટેની સુંદર સુવિધાઓ અને દરેક નાની-મોટી બાબત પાછળનો આયોજનભાવ, આ યાત્રાને માત્ર ધાર્મિક આયોજન નહીં, સેવાભાવનું જીવંત ઉદાહરણ બનાવે છે. કોઈ મહાયાત્રાની ભવ્યતા માત્ર તેના આયોજનોમાં નહીં, પરંતુ એ આયોજનમાં રહેલા માણસના પ્રેમમાં પણ રહેલી હોય છે.

 

કદાચ સ્વસ્તિકનો સાચો અર્થ પણ અહીં જ પ્રગટ થાય છે. જ્યારે કોઈ એકના સુખમાં અનેક લોકોનો આનંદ જોડાય, જ્યારે કોઈ યાત્રા પોતાના માટે નહીં, સૌના કલ્યાણના ભાવથી આગળ વધે, જ્યારે શ્રદ્ધા માણસને વધુ સંવેદનશીલ, વધુ સહૃદય અને વધુ માનવીય બનાવે, ત્યારે સ્વસ્તિક માત્ર દોરેલું ચિહ્ન રહેતું નથી, જીવનમાં ઉતરેલો મંગલ બની જાય છે.

 

પાટા તો ટ્રેનને ગંતવ્ય સુધી પહોંચાડે છે, પણ મંગલનો ભાવ માણસને માણસ સુધી પહોંચાડે છે. જ્યાં સૌના કલ્યાણનો સંકલ્પ હોય, ત્યાં આખું ભારત એક યાત્રા બની જાય છે.

You Might Also Like

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ

લોખંડના વાલના પાર્સલની આડમાં છુપાવેલો રૂ.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી

રાજકોટ રેન્જ પોલીસની ત્રણ દિવસની નાર્કોટિક્સ ડ્રાઇવમાં 6 કેસ, 7 આરોપી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત
કચ્છગુજરાત

ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત

Editor By Editor 1 day ago
શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી
બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
 જાગનાથ જૈન સંઘમાં ૧૩ વર્ષની પ્રાચી અને ૩૭ વર્ષના માનસીબેનનું અઢારિયું-ઉપધાન તપ પૂર્ણ: આવતીકાલે તપના પારણા
 મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજકોટમાં સંચાલકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?