By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ

Editor
Last updated: 2026/11/23 at 2:04 PM
1 hour ago
Share
બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
SHARE

બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ

ગાયકવાડીનો 13 વર્ષનો કિશોર દ્વારકા પહોંચી ગયો હતો; રેલવે સ્ટેશનના CCTV ચેક કરાવવા ગયેલા પરિવારજનોને મહિલા કર્મીએ ધરમધક્કો ખવડાવ્યાનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ

અગ્ર ગુજરાત, રાજકોટ
બાળક ગુમ થાય ત્યારે પરિવારજનોની હાલત કેવી હોય તે સમજી શકાય તેમ છે, પરંતુ આવી કપરી સ્થિતિમાં મદદ કરવાને બદલે પોલીસ દ્વારા 24 કલાક રાહ જોવાનો જવાબ આપવામાં આવે તો ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતો 13 વર્ષનો કિશોર ઘરેથી રિસાઈને નીકળી દ્વારકા પહોંચી ગયો હતો. તેની શોધમાં રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસાવવા ગયેલા પરિવારજનોને મહિલા ASI દ્વારા 24 કલાક બાદ આવવાનું કહેવામાં આવતાં મામલો ગરમાયો હતો. આ સમગ્ર વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રેલવે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફરજમાં બેદરકારીના આક્ષેપ હેઠળ મહિલા ASI કામિની મારણકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઘટનાની ગંભીરતા સમજી રેલવે પોલીસની વિવિધ ટીમોએ બાળકની શોધખોળ માટે દોડધામ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાળક દ્વારકા પહોંચ્યો હોવાનું પગેરું મળ્યું હતું. દ્વારકાના પાનના ગલ્લા અને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજની તપાસમાં તે ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાની કડી મળી હતી. આખરે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની તપાસ કરતાં બાળક હેમખેમ મળી આવ્યો હતો અને તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ ભગતરામ ભખતીયાપુરીનો 13 વર્ષીય પુત્ર મોડી રાત સુધી મોબાઈલમાં વીડિયો ગેમ રમતો હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતાં કિશોર કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. થોડા સમય બાદ તેણે અજાણી વ્યક્તિના મોબાઈલ ફોન પરથી માતાને ફોન કરી પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. બાળકના પિતા હરેશભાઈ કામકાજ અર્થે સુરત ગયા હોવાથી માતાએ પોતાના ભાઈ મુરલી વિનોદભાઈ ભાવનાણીને જાણ કરી હતી. બાળકની શોધમાં તેઓ રાજકોટ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પ્લેટફોર્મ પરના CCTV કેમેરા ચેક કરાવવા રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. CCTVનું સંચાલન RPF પાસે હોવાથી જરૂરી ફૂટેજ જોવા અંગે પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી. આ દરમિયાન PSOમાં ફરજ બજાવતાં મહિલા ASI સાથે થયેલી વાતચીતમાં પરિવારજનોને 24 કલાક બાદ આવવાનું કહેવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેને પગલે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીર નોંધ લઈ મહિલા ASI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી હતી.
દરમિયાન, બાળકને વહેલી તકે શોધી કાઢવા રેલવે વિભાગના ઇન્ચાર્જ અધિક મહાનિરીક્ષક કે.એન. ડામોર અને એસપી યશપાલ જગાણીયાએ રાજકોટ રેલવે ડિવિઝનના ઇન્ચાર્જ DYSP એચ.એમ. રાણાને સૂચના આપી હતી. જેના આધારે PSI બી.જે. જાડેજા, જે.બી. કુરેશી, LCBના PSI જે.એમ. પરમાર તથા જામનગર ડિવિઝનના PSI પી.વી. ડોડિયાની ટીમો તપાસમાં જોડાઈ હતી. RPF રાજકોટના DSC અશોકકુમાર ત્યાગી અને RPF પોલીસ સ્ટેશનના PI કે.પી. સિંઘની ટીમે પણ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી.
રાજકોટ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસવાની સાથે જામનગર, ખંભાળિયા અને દ્વારકા તરફ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તપાસ દરમિયાન બાળક પાસે પોતાનો મોબાઈલ ફોન ન હોવાનું જાણવા મળ્યું હતું. દ્વારકા પહોંચ્યા બાદ તે કેશવ પાનની દુકાને ગયો હતો અને ત્યાંથી પોતાના નાના વિનોદભાઈ ભાવનાણીને ફોન કરાવ્યો હતો. પોતાની પાસે પૈસા ન હોવાથી તેણે રૂ.300 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હોવાની વિગતો સામે આવતાં પોલીસની ટીમ તાત્કાલિક પાનની દુકાને પહોંચી હતી. દુકાનના CCTV ફૂટેજના આધારે બાળકની શોધખોળ આગળ વધારવામાં આવી હતી. તપાસમાં તે દ્વારકા રેલવે સ્ટેશન પરથી બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાની કડી મળી હતી. આથી રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનની તપાસ કરતાં કિશોર મળી આવ્યો હતો. પોલીસે તેને હેમખેમ પરિવારજનોને સોંપતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ જ બાળક અગાઉ પણ ઘરેથી નીકળી ગયો હતો, ત્યારે રાજકોટ શહેરની AHTU ટીમે તેને શોધી કાઢ્યો હતો. આમ, એક તરફ બાળકની સુરક્ષિત શોધખોળ માટે રેલવે પોલીસની ટીમોએ સફળ કામગીરી કરી તો બીજી તરફ મદદ માટે પહોંચેલા પરિવારજનોને 24 કલાક રાહ જોવાનું કહેવાના મામલે મહિલા ASI સામે થયેલી સસ્પેન્શનની કાર્યવાહી પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બની છે.

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ડુંગળીની મબલખ આવક, ભાવમાં રૂ.૧૫૦નું ગાબડુ પડતાં ખેડૂતો ચિંતાતુર
ગુજરાતરાજકોટ

 ડુંગળીની મબલખ આવક, ભાવમાં રૂ.૧૫૦નું ગાબડુ પડતાં ખેડૂતો ચિંતાતુર

Editor By Editor 9 minutes ago
 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા
 સોનામાં રૂ.૨3૨૦, ચાંદીના ભાવમાં રૂ.૭૧૧૫નું ગાબડું
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?