- થાક લાગવો અને સ્વાદમાં ફેરફાર પણ મુખ્ય લક્ષણો
- લોન્ગ કોવિડના લક્ષણમાં શારીરિક-માનસિક સમસ્યા વધે છે
- સંતુલિત આહાર, ઊંઘ અને કસરત કરવાની છે જરૂર
અનેક લોકોને માટે કોરોના ખતમ થવો એ સપના સમાન છે. કેમકે કોરાનાનું ઈન્ફેક્શન ક્યોર થાય છે પણ બોડીમાં અનેક સંકેત જોવા મળે છે. તેને લોન્ગ કોવિડના રૂપમાં ઓળખવામાં આવે છે.
શું કહે છે લેંસેંટનો રિપોર્ટ
રિપોર્ટમાં કહેવાયું છે કે લોન્ગ કોવિડથી 200થી વધારે લક્ષણો જોડાયેલા છે. (સીડીસી)યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના અનુસાર કેટલાક લક્ષણ વિશેષ રીતે લોન્ગ કોવિડના સંકેત છે. તેમાં થાક લાગવો, કસરત બાદ એનર્જીની ખામી, જૂની ખાંસીનું પરત આવવું અને સ્વાદમાં ફેરફાર પણ સામેલ છે.
લોન્ગ કોવિડના મુખ્ય લક્ષણમાં ગઠિયાનો સમાવેશ
રિપોર્ટમાં કહેવાયું છે કે 6.8 ટકા અમેરિકનોએ હાલમાં લોન્ગ કોવિડને અનુભવ્યો છે. તો 17.6 ટકાનું કહેવું છે કે તેમને ક્યારેક લાંબા સમય સુધી કોવિડ રહ્યો છે. લોન્ગ કોવિડના લક્ષણમાં શારીરિક અને માનસિક સમસ્યાની સાથે ગઠિયા રોગ મુખ્ય રીતે સામેલ છે.
આર્થિક રીતે પણ નબળો કરે છે કોવિડ
એક રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી ચાલતો કોવિડ દર્દીને બેરોજગાર બનાવવાની દિશામાં લઈ જાય છે. જેમને કોવિડ થયો નથી તેમની તુલનામાં આ પ્રકારના લોકોની નોકરીનો ખતરો 15 ટકા વધારે હોય છે.
ભારત માટે પણ ચિંતાનો વિષય
આ રિપોર્ટ ચિંતાજનક છે કેમકે ભારતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. એવામાં લોકોને લોન્ગ કોવિડને વિશે જાગરૂકતા હોય તે જરૂરી છે. જો તમને પણ લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લો, રિપોર્ટ કરાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
શું કરશો
આ લક્ષણોને ન કરશો ઈગ્નોર
થાક, ખાંસી, સ્વાદમાં ફેરફાર, ગઠિયા, બેક પેન થાય એ કોમન છે. તરત ડોક્ટરની સલાહ લો.
હેલ્ધી જીવનશૈલી અપનાવો
સ્વસ્થ જીવનશૈલી હેલ્ધી શરીરની ચાવી છે. ડાયટમાં સંતુલિત આહાર લો. વ્યાયામ કરો, સારી ઊંઘ લો અને સ્ટ્રેસ ઓછો કરો.
Disclaimer : આ એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે, જે વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં.


