- દક્ષિણ-પશ્ચિમ કોંગોમાં 15, મકાલેમાં 18 લોકો માટી નીચે દબાઈ મર્યાં
- કઝાકિસ્તાનમાં પૂરના કારણે 1.08 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
- ઇન્ડોનેશિયાના સુલાવેલી ટાપુ પર ભૂસ્ખલન થયું હતું
પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી લઈને કઝાકિસ્તાન અને રશિયા સુધી વરસાદ અને પૂરના કારણે લાખો લોકોએ સુરક્ષિત સ્થળોએ શરણ લેવું પડયું છે, તો ઘણી જગ્યાએ ભૂસ્ખલનના બનાવો બન્યા છે, જેમાં કુલ 33 લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. દક્ષિણ-પશ્ચિમ કોંગોમાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે 60થી વધારે લોકો લાપતા થયા હોવાનું કહેવાય છે. ઇન્ડોનેશિયાના સુલાવેલી ટાપુ પર ભૂસ્ખલન થયું હતું, ત્યાં બચાવદળે 18 મૃતદેહો બહાર કાઢયા હતા. વરસાદને પરિણામે પહાડ પરની માટી ધસી પડતાં તેમાં ઘણાં ઘર દટાયાં છે. દટાયેલાં ઘરોમાં લોકો હોવાની આશંકા છે. કોંગોના ઇડિયોફા શહેરની નજીક બંદરથી થોડેક દૂર થયેલા ભૂસ્ખલન બાદ ત્યાંથી સાત લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા. પહાડ પરથી માટી ધસી પડતાં કેટલાક લોકો ગુમ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બચાવકર્મીઓએ મકાલે ગામમાંથી પણ 14 જેટલા મૃતદેહો બહાર કાઢયા હતા, જ્યારે દક્ષિણ મકાલેમાં ચાર મૃતદેહ ભેખડ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તાન્ઝાનિયામાં પૂરથી બે અઠવાડિયાંમાં 58નાં મૃત્યુ
છેલ્લા બે એઠવાડિયાથી તાન્ઝાનિયામાં પૂરનો પ્રકોપ છે. અહીં અત્યાર સુધીમાં 58 લોકોનાં મૃત્યુ થયાં છે. પૂર્વ આફ્રિકન દેશમાં વરસાદ હજુ ચાલુ છે. તટિય ક્ષેત્રોના 1,26,831 લોકો તેનાથી પ્રભાવિત થયાં છે.


