- વડોદરાથી અમદાવાદ જતી કારને નડ્યો અકસ્માત
- કાર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતે સર્જી કરુણાંતિકા
- નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વડોદરાથી અમદાવાદ જતી કારને અકસ્માત નડ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જેમાં નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.
અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત થયો છે. પ્રારંભિક માહિતી અનુસાર, અમદાવાદ પાસિંગની અર્ટિગા કારને અકસ્માત નડ્યો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. તેમજ અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.


