- આંબાવાડી વિસ્તારમાં કારમાં દારૂનો જથ્થો ભરતા સમયે પોલીસ ત્રાટકી
- પોલીસે કારમાં વિદેશી દારુ દારૂ ભરતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા
- રેડ દરમિયાન પોલીસ દ્વારા 1344 નંગ અંગ્રેજી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા
બાવળા તાલુકાના જુવાલ ગામના સીમ વિસ્તાર સ્થિત એક મકાન પાસેના શૌચાલયમાંથી કારમાં વિદેશી દારુ દારૂ ભરતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
સાણંદ તાલુકાના અને બાવળા પોલીસની હદ વિસ્તારમાં આવેલા જુવાલ ગામની સીમમાં આંબાવાડીયા વિસ્તારના રોડ પર કેટલાક ઈસમો અંગ્રેજી દારૂ ની હેરફેર કરતા હોવાની બાવળા પોલીસને બાતમી મળી હતી. એથી પોલીસના હસમુખભાઈ, અશોકસિંહ, સતિષભાઈ તથા સ્ટાફ્ના અન્ય માણસો દ્વારા બાતમી સ્થળે તાત્કાલિક રેડ કરવામાં આવી હતી. રેડ દરમ્યાન આંબાવાડીયા વિસ્તારમાં આવેલા રાજેશભાઈ ગોહિલના રહેણાંક મકાનની પાસે આવેલા એક શૌચાલયમાંથી ત્રણ શખ્સો રાજેશ ધર્મશિભાઈ ગોહિલ, સંજય વિકાભાઈ ગોહિલ, રાજુ કાંતિભાઈ ગોહિલ તમામ(રહે.જુવાલ)ને પુંઠાની પેટીઓ એક ફેર્ડ ફીગો કારમાં ભરી રહ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસ દ્વારા 1344 નંગ અંગ્રેજી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેય શખ્સોના ત્રણ મોબાઈલ, એક સફેદ કલરની ફેર્ડ ફ્ગિો કાર અને વિદેશી દારૂનો જથ્થો મલીને કુલ રૂ. 4,10,000નો મુદ્દામાલ કબજે કરી એક આરોપી સરદારભાઈ કાંતિભાઈ ગોહિલ(રહે. જુવાલ)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


