પેટ્રોલિંગ દરમિયાન રાત્રીનાં બે બોલેરો અને એક ટ્રક લાકડા ઝડપી પાડ્યા..
રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ મકરાણીની રાજુલા શહેરમાં નિયુક્તિ થયા બાદ આ વિસ્તારમાં લાકડા લઈને નીકળતા આરોપીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી રાત્રિના પોતાની ચકોર નજરમાં કોઈ છટકી ન જાય તે માટે સતત પેટ્રોલિંગ કરતા જોવા મળે છે ત્યારે ગતરાત્રિના ડી.સી.એફ અમરેલીની સૂચનાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી અને બાબરીયાધાર રા.ફો.તથા વિક્ટર રા.ફો.ના રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન વાહતુંક પાસ પરમીટ વિનાના બોલેરો વાહન (1) ન.GJ 12 BV 3983 સાથે આરોપી સાંખટ રાકેશ વિઠલ ગામ બિલડી,તા.મહુવા તેમજ બોલેરો વાહન (2) ન.GJ 04 AT 7401 સાથે આરોપી ચુડાસમા લાલજી માધા ગામ બિલડી,તા.મહુવાના વાહનમાં આશરે 4 ટન પાસ પરમીટ વિનાના લાકડા સાથે ઝડપી પાડેલ છે આ ઉપરાંત એક ટ્રક GJ 16 x 8699 સાથે આરોપી મકરાણી શબ્બીર એસ. ગામ જામવાડા,તા.ગીર ગઢડાને આશરે 10 ટન લાકડા સાથે ઝડપી પાડી ભારતીય વન અધિનિયમ મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.


