- ખાડી દેશોમાં તોફાન સાથે વરસાદે તોડયા તમામ રેકોર્ડ
- હાઈટેક શહેર દુબઈ ભારે વરસાદમાં થયું પાણી-પાણી
- દુબઈથી દિલ્હી જતી ઓછામાં ઓછી 19 ફ્લાઈટ્સ કેન્સલ
સંયુકત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં આવેલ વાવાઝોડાને કારણે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. ત્યારબાદ, ત્યાંની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. સમગ્ર દુબઈ શહેરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરોમાં ફસાઈ ગયા છે. એટલું જ નહીં, દુબઈથી દિલ્હી જતી ઓછામાં ઓછી 19 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. દરમિયાન, દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે દુબઈ અને ઉત્તરી અમીરાતમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર અને માર્ગદર્શિકા જાહેર કરી છે.
ભારતીય દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
દરમિયાન, દુબઈમાં ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી જો કોઈપણ ભારતીય પ્રવાસીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે તુરંત જ ત્યાં સંપર્ક કરી શકે છે અને મદદ લઈ શકે છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે UAE સત્તાવાળાઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને એરલાઈન પાસેથી નિયમિત અપડેટ લેવામાં આવી રહી છે. લોકોને સલામત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને કહ્યું: હેલ્પલાઈન નંબર જાહેર કરતાં ભારતીય દૂતાવાસે લખ્યું હતું કે સમસ્યા હોય તો તુરંત આ નંબર પર સંપર્ક કરી શકો છો. +971501205172, +971569950590, +971507347676, +971585754213


