- ચૂંટણીના દિવસોમાં ઝડપી પાડ્યો 45 લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ
- બાતમીના આધારે LCBએ ટેન્કર ચાલક ખિયારામ જાટની કરી ધરપકડ
- ટેન્કર દ્વારા દારૂનો જથ્થો વાયા અમદાવાદ થઈને જઈ રહ્યો હતો જામનગર
ચૂંટણી આવતાની સાથે અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતની તમામ બોર્ડરો પર પોલીસ ચેકિંગ કરી રહી છે. તેનામાં ચૂંટણી પહેલા જ વડોદરામાં 45 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ વડોદરામાં LCBને મળી મોટી સફળતા મળી છે. ચૂંટણી પહેલા LCBની ટીમે બાતમીના આધારે એક્સપ્રેસ ટોલનાકા પર જિલ્લા LCB પોલીસે વોચ ગોઠવી હતી. જાણવા મળ્યું હતું કે, ટેન્કર દ્વારા દારૂનો જથ્થો વાયા અમદાવાદ થઈ જામનગર જઈ રહ્યો હતો તેવામાં પોલીસે દરોડા પાડતા ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂની 958 પેટીઓ મળી આવી હતી.
LCB પોલીસે ટેન્કરમાંથી 958 પેટીઓ સહિત આશરે 45 લાખ 98 હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 61 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલક ખિયારામ જાટની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


