શોપિંગ મોલ, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ મતદાન કરનારને મળશે ખાસ ડિસ્કાઉન્ટ
રાજકોટ જિલ્લામાં મહતમ મતદાન થાય તે માટે પ્રશાસના સક્રિય પ્રયાસ : જનભાગીદારી સાથે મતદાતાઓને પ્રોત્સાહિત કરવાની પહેલ
લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી તા.૭મીએ ગુજરાતમાં છે. એ સમયે ઉનાળો ધોમધખતો તપવાનો છે. પારો ૪૪ ડીગ્રી આસપાસ રહેશે તેવી હવામાન ખાતાની પણ આગાહી છે ત્યાંરે રાજકોટ સહિત રાજ્યભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે. ગામોગામ મતદાન જનજાગૃતિ માટેના નાટક, ડોર ટુ ડોર સંર્પક, પત્રિકા વિતરણ, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી અપિલ સહિતની કવાયત ચાલી છે. જેમા એક નવતર પ્રયાસ એ થઇ રહ્યો છે કે, મતદાન કરનારને પેટ્રોલ પમ્પ પર ઓઇલ ખરીદી, શોપિંગ મોલમાં બીલ પર અમુક ટકા વળતર, હોટલ-રેસ્ટોરેન્ટમાં થતા બીલ પર ડિસ્કાઉન્ટ આપવા સહિત મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસ રાજકોટ કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે.
જામકંડોરણામાં મતદાતાને ઓઇલની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ
જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન હેઠળના પેટ્રોલ પંપ પર તા. ૭ મે ના મતદાન દિવસે મતદાન કરનાર મતદાતાને ઓઈલની ખરીદી પર ૭ ટકા ની છૂટ આપવાની જાહેરાત જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. મતદાતા મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવી ઓઈલની ખરીદી પર ૭ ટકા છુટનો લાભ મેળવી શકશે તેમ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.
પડધરીમાં નેત્રમાર્ટ મોલમાં ૭ થી ૫૦ ટકા વળતર
પડધરીમાં આવેલ નેત્રમાર્ટ મોલમાં ઘરવખરીની ખરીદીમાં મતદાન કરી આવનાર વ્યક્તિને એમ.આર.પી. પર ૭ ટકા થી શરૂ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓમાં ૫૦% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેટલુ બીલ થાય એ પ્રમાણે મહતમ ડિસ્કાઉન્ટ આપવામા આવશે. ઓછામાં ઓછુ ૭ ટકા અને વધુમાં વધુ ૫૦ ટકા એટલે કે અડધો અડધ રકમના ડિસ્કાઉન્ટનું પ્રોત્સાહન અપાશે.
ગોંડલમાં સાંઇ બાબા પ્રોવીઝનમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ
ગોંડલની શ્રી સાંઈ બાબા પ્રોવિઝન સ્ટોર પરથી ખરીદીમાં ૭ ટકા વળતર આપવામાં આવશે. પ્રોવીઝન સ્ટોરના સંચાલકે એવો અનુરોધ કર્યો છે કે, અન્ય પ્રોવીઝન સ્ટોર પણ મતદાન જાગૃતિ માટે તેમની રીતે આવા કોઇ પ્રયાસ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મવડી-પાળ રોડ પર એમ.એસ.મૈસુર ઢોસામાં બીલમાં ૧૦ ટકા રાહત
મવડી પાળ રોડ પર આવેલ એમ.એસ. મૈસુર ઢોસા રેસ્ટોરન્ટમાં મતદાન કરનારને ૧૦ ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મતદાતાઓ મતદાન કરી દેશના ઘડતરમાં અહેમ રોલ ભજવી રહ્યા હોઈ તેઓને પ્રોત્સાહિત કરવા આ પહેલ કરવામા આવી હોવાનું રેસ્ટોરેન્ટના સંચાલકે જણાવ્યુ હતુ.
વાંકાનેર માર્કેટ રોડ-કેરાળા પરના વેપારીઓ આપશે ૭ ટકા ડિસ્કાઉન્ટ
૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના માર્કેટ ચોક ખાતે શાકમાર્કેટના વેપારીઓ અને કેરાળા રોડ પર આવેલ દુકાનદારો તા. ૦૭ મેના રોજ મતદાનના દિવસે મોડ તદાતાઓને ચીજ વસ્તુઓની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપશે.
રાજકોટના બ્રાઇડલ સ્ટુડિયોમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટ
હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. મતદાન જે દિવસે છે એ દિવસે પણ લગ્નના અનેક મુર્હૂત છે. ત્યારે રાજકોટના નિર્મલા રોડ પર આવેલ બ્રાઈડલ સ્ટુડિયો બ્યુટિપાર્લરના સંચાલકે પ્રસંગોપાત મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. એ દિવસે બ્યુટિપાલરમાં આવનારને ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
દર્શાવ્યો હતો તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે
જસદણમાં હોટલ-રેસ્ટોરેન્ટ એસો.નો નિર્ણય, બીલમાં ૭ ટકા રાહત
૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને મતદાન કરનારાઓને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ ઉપર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવા આપવામાં આવશે. આ ઉપરાંત ૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિભાગની સહકાર સોસાયટીના રહેવાસીઓએ મતદાન કરીશ અને કરાવીશના તેવા શપથ ગ્રહણ કર્યા હતા.


