- ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોએ કર્યો વિરોધ
- ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મિટિંગ કરી રદ
- ક્ષત્રિય યુવાનોએ ભરતસિંહની મિટિંગ ના થવા દીધી
બનાસકાંઠાના વડગામમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. તેમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મિટિંગ રદ કરી છે. જેમાં ક્ષત્રિય યુવાનોએ ભરતસિંહની મિટિંગ થવા દીધી ન હતી. તેમાં પોલીસે 10થી વધુ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી છે.
વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોનો વિરોધ શરૂ થયો
વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોનો વિરોધ શરૂ થયો છે. જેમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના હસ્તે વડગામ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. જેમાં ભાજપના ઉમેદવારનો વિરોધ પણ હવે શરૂ થયો છે. ક્ષત્રિય સમાજના યુવકોએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની મીટીંગ દીધી નહિ તેથી વડગામ પોલીસે 10થી વધુ ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત કરી છે.
હવે ભાજપ સાથે તેના ઉમેદવારોનો પણ વિરોધ શરૂ થયો
થોડા સમય પૂર્વે ભાજપના આગેવાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે ટિપ્પણી કરાતા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો. જે અનુસંધાને ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી તથા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનો વિરોધ ઉઠ્યો છે. ત્યારે ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા રાજપૂત સમાજમાં વધુ વિરોધ ઊઠવા પામ્યો હતો. જેમાં હવે ભાજપ સાથે તેના ઉમેદવારોનો પણ વિરોધ શરૂ થયો છે.


