- ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઝંઝાવતી પ્રચાર
- સવારે જામનગર અને બપોરે ઝઘડિયામાં શાહની સભા
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સભામાં હાજર રહ્યાં
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર 7મેંએ મતદાન યોજાવાનું છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. સવારે જામકંડોરણમાં જાહેરસભાને સંબોધ્યા બાદ આજની બીજી સભા ભરૂચના ખડોલી ગામમાં સંબોધવા માટે પહોંચી ચૂક્યા છે.ખડોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઝઘડિયામાં શું કહ્યું અમિત શાહે
કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયામાં જનસભા સંબોધી હતી જેમાં તેમણે શરૂઆત ભાજપ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાથી કરી હતી અને કહ્યુ કે મનસુખભાઈનો પ્રચાર કોઈ કરી શકે તો તે મનસુખ ભાઈ જ કરી શકે,સભાની શરૂઆત પહેલા જયશ્રી રામના લાગ્યા નારા.અમિત શાહે કીધુ કે ગરબડ કરશો તો અર્બન નકસલ આવશે અને બધુ બગાડશે,મારી સરકાર આદીવાસીઓની સરકાર છે.સુરતના મતદારોએ ચૂંટણી પહેલા જ કમળની ભેટ આપી,કોગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે.દેશના ગરીબોને મફત સારવારની સુવિધા અપાઈ છે.મનસુખ ભાઈ એવુ ભૂત છે કે જે કોઈ ગામમા ના ગયુ હોય,ભાજપ સરકારે દિકરીને રાષ્ટ્રપતિ બનાવ્યા.આદિવાસી કલ્યાણ યોજના ભાજપ સરકારે બનાવી છે,કોગ્રેસ સરકારમાં આદિવાસીઓ માટે 28000 કરોડનું બજેટ હતુ અમે વધારીને 1 લાખ 33 હજાર કરોડ કર્યુ.આપ પાર્ટી જુઠ્ઠાણુ ફેલાવવાનું કામ કરે છે.ભરૂચમાં 2 જૂઠ્ઠાઓ ભેગા થયા છે.નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે,મનસુખ વસાવા માટે કોઈ સભા કરવાની જરૂર નથી.અટલ બિહારી વાજપાયી પીએમ બન્યા ત્યારે આદિવાસી મંત્રાલય બન્યું,UCCનું બિલ જોયુ તમને કઈ નુકસાન નહી થાય,4 કરોડ ગરીબોના ઘરે ગેસ પહોંચાડવાનું કામ મોદીએ કર્યુ છે.મનસુખ વસાવાને મત આપજો માટે ભરૂચ આવ્યો છુ.મનસુખ વસાવા ચિપકુ માણસ છે તે સતત જીતે છે.
કોગ્રેસને એક ચોક્કસ વોટબેંકની બીક હતી.આ વખતે મનસુખ વસાવા જીતવાના છે.
વડોદરામાં યોજાશે રોડ-શો
વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે,રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે.રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે.


