By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બીજા તબકકાની ૮૮ બેઠકોમાં યુ.પી.બિહારમાં ઓછુ મતદાન શું ટ્રેન્ડ દર્શાવે છે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

બીજા તબકકાની ૮૮ બેઠકોમાં યુ.પી.બિહારમાં ઓછુ મતદાન શું ટ્રેન્ડ દર્શાવે છે ?

agragujaratnews
Last updated: 2024/04/27 at 8:41 PM
2 years ago
Share
બીજા તબકકાની ૮૮ બેઠકોમાં યુ.પી.બિહારમાં ઓછુ મતદાન શું ટ્રેન્ડ દર્શાવે છે ?
SHARE

બીજા તબકકામાં ગઇ કાલે ૮૮ બેઠકો ઉપર શાંતિપૂર્વક મતદાન થઇ ગયુ છે. આ મતદાનની ટકાવારી જોઇએ  તો આસામમાં ૭૦.૬૬  ટકા, બિહારમાં પર.૬3 ટકા છતીસગઢમાં ૭ર.૧3  ટકા, જમ્મુ કાશ્મિરમાં ૬૭.રર ટકા, કર્ણાટકમાં ૬3.૯૦ ટકા, રેળમાં ૬3.૯૭ ટકા ,મધ્યપ્રદેશમાં ૫૪.૪ર ટકા મહારાષ્ટ્રમાં,મણીપુરમાં ૭૬.૦૬ ટકા, રાજસ્થાનમાં પ૯.‌૧૯ ટકા, ત્રિપુરામાં ૭૬.ર3 ટકા, ઉતરપ્રદેશમાં પર.૬૪ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૧.૮૪ ટકા વોટીંગ થયુ છે.

આ વોટીંગ સાથે પ્રથમ તબકકાની ૧૦ર બેઠકના મતદાનને જોડીએ તો કુલ ૧૯૦ બેઠકનં મતદાન થઇ ગયુ છે. લોકસભાની પપર બેઠકમાંથી બે તબકકાના મતદાન બાદ દેશના મતદારોનો મિજાજ કઇ બાજુ જાય છે એ તરફ સૌની મીટ મંડાઇ છે. પ્રમાણીક રીતે કહીએ તો દેશ એટલો બધો વિશાળ છે કે તેના વોટીંગની ટકાવારી અને વોટીંગ પેટર્નનો ગહન અભ્યાસ અનુભવીઓ ન કરે ત્યાં સુધી તેનો ખરો તાગ કાઢવો મૂશ્કેલ છે. પરંતુ જુદા જુદા ક્ષેત્રોમા જુદા જુદા અભ્યાસુઓએ વોટીંગ પેટર્ન બાદ ગઇ કાલ સાંજથી જે તારણો કાઢયા છે એ જોવા રસપ્રદ બનશે.

દેશનું મિડિયા બે ભાગમાં વહેંચાયેલું છે. જેથી તમે મુખ્ય પ્રવાહની ટીવી ચેનલો ઉપરથી સાચુ ચિત્ર મેળવી શકો એ સંભવ નથી. આ સાથે સોશિયલ મિડિયાની માઇક્રો ચેનલના તારણો પણ જોવા પડે.સ્થાનિક અખબારોના ગ્રાઉન્ડ ઝિરો રિપોર્ટનો અભ્યાસ કરવો પડે.  આ તમામ પ્રવાહોને સંકલિત કરીને જે ચિત્ર સામે આવે છે તે એ છે કે પ્રથમ તબકકાની માફક બીજા તબકકામાં ભાજપ અને એનડીએએ ર૦૧૯માં જયાં મોટી જીત મેળવી છે એવા મહત્વના રાજયમાં ઓછુ મતદાન ભાજપ માટે ચિંતાજનક છે. ઉતરપ્રદેશ,મહારાષ્ટ્ર ,બિહાર,રાજસ્થાન અને હરિયાણ સહિતના હિન્દી બેલ્ટના રાજયોમાં ઓછા મતદાનને નિરિક્ષકો ભાજપ માટે ચિંતાજનક ગણાવે છે. જો કે મધ્યપ્રદેશમાં ભાજપ  સંઘના સંગઠનને કારણે  ખુબ સારી સ્થીતિમાં હોવાના અહેવાલો આવી રહયા છે.

ર૦૧૯ની સાલમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી એ હિન્દી બેલ્ટની વાત કરીએ તો આ વિસ્તારોમા ઓછા મતદાન સામે ત્રિપુરા,પશ્ચીમ બંગાળ સહિતના  રાજયોમાં  ભારે મતદાનને સતા વિરોધી વલણ તરીકે નિષ્ણાતો જોઇ રહયા છે. સૌ પ્રથમ ઓછુ મતદાન થવાના કારણોની સપાટી ઉપર થતી ચર્ચા જોઇએ . ભાજપ પાસે ર૦૧૯ની માફક રાષ્ટ્રવાદ,પુલવામા,વિકાસ સહિતના મુદાઓ નથી. સામે ઇન્ડિયા ગઠબંધનના મોંઘવારી,બેકારી,ઇડી ઇન્કમટેકસ,સીબીઆઇના દૂરઉપયોગ અને જો મોદી ચુંટાશે તો દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે તેવા નેરેટિવ્સ કયાંક ને કયાંક અસરકાર થયા હોવાનો દાવો થાય છે. બે તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છતાં વડાપ્રધાન મોદીને કોઇ જોરદાર મુદો નથી મળ્યો એવું વિરોધીઓ કહે છે. આથી જ વડાપ્રધાને મંગલસૂત્ર અને હિન્દુ મુસ્લીમના મુદા ઉપર જાહેરસભાઓમાં બોલવાનું શરૂ કર્યાનું સત્યપાલ મલિક જેવા મોદી વિરોધીઓ કહી રહયા છે.

દેશમાં કેટલાક ચૂંટણી વિશ્લેષકો ચાર પાંચ દાયકાથી તેમના કામમાં કમીટેડ છે. તેમનું કામ ધુળધોયા જેવું છે. તેમને ધુળમાંથી સોનાની કણો શોધવાની હોય છે. તેમણે એક બે બાબતોના ઓબ્ઝવેશન મૂકયા છે તે વિચારતા કરી દયે તેવા છે. તેમણે કહયુ છે કે આ ચૂંટણીના બે તબકકા કોઇ મોટા મુદા વગર આગળ વધી રહી છે. ભાજપ એનડીએ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક માત્ર ચહેરા ઉપર ચૂંટણી લડી રહયા છે. તેમના બે ચૂંટણીમા વિકાસ,હિન્દુત્વ,રાષ્ટ્રવાદના મુદાએ મતદાનની ટકાવારી સતત વધારી હતી. તેમાં પણ ભાજપને ર૦૧૪ અને ર૦૧૯માં કુલ મતદાનની ટકાવારીમાં આઠથી દસ ટકા વધુ મત મળ્યા હતાં. ભાજપ એનડીએમાં કયા નેતા કઇ બેઠક ઉપર ચૂંટણી લડે છે તેનો ચહેરો કોઇ મહત્વ નથી રહેતો. માત્ર પી.એમ. મોદીનો ચહેરો જ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ભાજપએ ૧૧ ચહેરા બદલાવ્યા છે. જો ઓછા મતદાનમાં અનેક બેઠકોમાં સ્પર્ધા સર્જાય તો તેમાં ઉમેદવારની પોતાની લોકપ્રિયતાથી પરિણામ પોતાની તરફ ખેંચી જવાની ગુંજાઇશ ખાસ નહિ રહે. આથી ઓછા મતદાનવાળી ર૦૧૯માં  ભાજપ એનડીએના ખીસ્સામાં રહેલી બેઠકો ઉપર ચૂંટણીના પરિણામો સુધી સસ્પેન્શ જળવાઇ રહેશે. ઇન્ડિયા ગઠબંધન અને ખાસ તો લેફટ અને કોંગ્રેસના ગઠબંધન તરફ કુણી લાગણી ધરાવતાં પોલિટિકલ એનાલિસ્ટો તો બીજા તબકકાના મતદાન બાદ કહેવા માંડયા છે કે પશ્ચિચમ ઉતરપ્રદેશ,બિહાર,મહારાષ્ટ્રમાં ખાસ કરીને વિદર્ભ,રાજસ્થનામાં ભાજપ એનડીએની હાલત ઘણી પડકારજનક છે. જો કે, ગત ચૂંટણીમાં પણ આવો એક વર્ગ હતો. પરંતુ અમિત શાહ આત્મવિશ્ચાસ પૂર્વ કહેતાં હતાં કે ભાજપ એનડીએ 3૦૦ પાર કરશે.તેઓ સાચા પડયા હતાં. ર૦૧૪ કરતાં પણ ર૦૧૯માં ભાજપ એનડીએને જંગી લીડ સાથે વધુ બેઠકો મળી હતી.

પરંતુ આ વખતે ઓછા મતદાનવાળો મુદો પડકારજનક બની રહયો છે. પાંચ થી સાત ટકા ઓછા મતદાનથી ભાજપએ ગત ચુંટણી સમયે જીતેલી બેઠકોના પરિણામો  બદલાશે કે કેમ ? તેના ઉપર નજર રાખવી પડશે. એટલું ચોકકસ કહિ શકાય કે ભાજપે આ વખતે ૪૦૦ પારનું જે સૂત્ર આપ્યુ છે એ બે તબકકાની ચુંટણી બાદ રિડિફાઇન કરવુ પડે તેમ છે. કારણ કે ઓછુ મતદાન મોટા ભાગે સતા વિરોધી ગણવામાં આવે છે. કહેવાય છે કે જયાં મતદાન વધુ થયુ છે તેવા વિસ્તારોમાં સ્થાનિક કારણ છે. ખેડૂત આંદોલન, જાટ આંદોલન, મહિલા એથ્લેટોને થયેલા અન્યાય, સહિતના મુદાઓ અસર કરી ગયાનું પાયાના નિરિક્ષકો કહી રહયા છે.

એકંદરે બે તબકકાના મતદાન બાદ મતદાનની ટકાવારી અને મતદાનની પેટર્ન ખુબ જ જટીલ બની છે. સપાટી ઉપર મોદી મોજુ દેખાતું નથી. પરંતુ ગત આશ્વાસન એ છે કે ગત ચૂંટણીમાં ઉતરપ્રદેશ,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં  સપાટી ઉપર આટલું જોરદાર પરિણામ આવશે એ કયાં જોઇ શકાયુ હતું. આ દલીલ ભાજપ માટે આશ્વાસનજનક છે. પરંતુ છેતરામણી સાબિત ન થાય એ પણ જોવુ રહયુ. સપાટી ઉપર કોઇ મોજુ નથી એ આ ચૂંટણની સૌથી મોટી વાસ્તવિકતા છે. આથી આ ચૂંટણી ફરી એક વખત ત્રિશંકુ સરકાર તરફ ન લઇ જાય એવી પણ શંકા ઉભી થાય છે. જો કે આવું થઇ શકે એવી વાત ભાજપ તરફી મતદારોમાં ફેલાય અથવા આત્મવિશ્વાસમાં રહેતાં ભાજપ તરફી મતદારોમાં પેનીક બટન ફેલાય તો બાકીના પાંચ તબકકામાં 3૬ર બેઠકમાં સુપડાસાફ વોટીંગ પરિણામો અને પરિમાણો બદલાવી પણ શકે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના દાવા અને ઉત્સાહ  બાકીના પાંચ તબકકાના મતદાનમાં પ્રત્યાઘાતી અસર પણ જન્માવી શકે છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 6 days ago
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?