નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
રક્ષાબંધન સહિતના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પેન્શનરોની ફેમિલી-પેન્શનપાત્ર પુત્રીઓના વ્હોટસેપ ગૃપ દ્રારા રાજયના નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની બેઠક પૂર્વ સાંસદ રમાબેન માવાણીની અધ્યમા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામજીભાઈ માવાણી અતિથિ પદે યોજાઈ હતી. જેમાં કેટલાકમહત્વના નિર્ણયો લેવાયા હતા. પ્રારંભે સરોજબેન રાચ્છે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે, આગામી રક્ષાબંધન પર્વ ઉપર બહેનો દ્વારા રાજયના મંત્રીઓને રાખડી બાંધી દિવગંત પેન્શનરના ફેમિલી પેન્શનપાત્ર પુત્રીઓને ઉંમરના બાધ વગર ફેમિલી પેન્શન ચૂકવાય તેવી માગણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા દરેક જિલ્લાઓને આહવાહન આપવામાં આવ્યું છે. બહેનોની માગણી સંદર્ભે પૂર્વ સાંસદ રમાબેન માવાણી એ પુરતા સાથ સહકારની ખાત્રી આપી હતી. જયારે રામજીભાઈ માવાણીએ સંગઠનની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સમાજના પ્રમુખ હારિતસિંહ જાડેજાએ પેન્શનરોનુ રાજય કક્ષાનુ અધિવેશન રાજકોટ ખાતે યોજવાઅભીપ્સા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં રાજય નિવૃત કર્મચારી સખાવતી મહામંડળના અધ્યક્ષ નિર્મળસિંહ રાણા, ઉપરાંત ભરતભાઈ ભાલોડિયા, નરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી તથા અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ હારિતસિંહ જાડેજાની નિશ્રામાં ઉપપ્રમુખ કે.આર.જિતિયા, એમ.પી.મહેતા, પ્રતાપસિંહ દેવડા, પી.આર.વાગડીયા, બાબુભાઈ પ્રજાપતિ, હિરાણીભાઈ, એચ.એમ. ત્રિવેદી, નિખિલભાઈ સંઘાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. આભારદર્શન મીનાબેન ચુડાસમાએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું સફળ સંચાલન લલીતભાઈજોશીએ કર્યું હતું.


