- બૈજૂસ જેવા અનુભવો બાદ કંપની એક્ટ અને IBCના નિયમોમાં સુધારો કરાશે
- MCAએ નવી સરકારની રચના પછીનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કર્યો
- અનલિસ્ટેડ કંપનીઓને રિસ્ક મેનેજમેન્ટ કમિટિઓની રચના કરવાનું કહેવામાં આવી શકે
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે દેશમાં હાલ જારી લોકસભા ચૂંટણીમાં વિજય મળે કાર્યભાર સંભાળતા નવી સરકાર માટે 100 દિવસનો એક્શન પ્લાન બનાવ્યો છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્સી કોડ (આઈબીસી)માં ફેરફારની હારમાળા ઉપરાંત સુધારાના ઝડપી અમલ અને તેના વિસ્તરણનો હેતુ છે. આ સાથે સુધારા હેઠળ કંપની એક્ટ 2013ના નિયમોને સુવ્યવસ્થિત કરવા ઉપરાંત નવા સુધારામાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલને પ્રોત્સાહન અપાશે. કંપનીઝ એક્ટમાં સુધારો કરવા માટે ચોક્કસ એમેન્ડમેન્ટ ભલામણોને લાગુ કરાશે. જેમાં એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ (ઈજીએમ) ઈલેકટ્રોનિકસ મોડ દ્વારા યોજવા કંપનીઓને મંજૂરી આપવી, પીડિત કંપનીઓ માટે મૂડી એકત્ર કરવાને સરળ બનાવવા જેવી બાબતો સામેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપનીઓ પોતાની એજીએમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજે છે.
કયા સુધારા કરાશે?
બૈજૂસ જેવી કંપનીઓના પ્રતિકૂળ અનુભવ બાદ લાર્જ અનલિસ્ટેડ કંપનીઓ માટે કડક નિયમન માપદંડો
સપ્ટેમ્બર 2023ના આંકડા મુજબ, આઈબીસીના વિવિધ સ્તરે 13,000 કેસો પડતર, નિર્ધારિત 330 કેસો માટે સરેરાશ નિકાલ સમય 653 દિવસ
અનલિસ્ટેડ કંપનીઓને રિસ્ક મેનેજમેન્ટ કમિટિઓની રચના કરવાનું કહેવામાં આવી શકે
રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યાના પ્રમાણમાં એનસીએલટી સભ્યની સંખ્યા વધારી શકાય
પીડિત કંપનીઓ માટે મૂડી એકત્ર કરવાને સરળ બનાવાશે
એજીએમ અને ઈજીએમ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા યોજવા કંપનીઓને મંજૂરી આપી શકાય


