- અલગ અલગ કેસમાં સેશન્સ કોર્ટ આરોપીને ફટકારી સજા
- આરોપી રૂકશાના બાનું અને હનીફ શેખને 3 વર્ષની સજા
- ‘વીજ ચોરીએ મોટો અપરાધ ગણીને આરોપીને બક્ષી ન શકાય’
આજે અમદાવાદ ખાતે સેશન્સ કોર્ટમાં વીજ ચોરીના એક કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષ 2026ના કેસમાં એક મહિલા સહિત કુલ બે લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારે, આજે સેશન્સ કોર્ટમાં વીજ ચોરીના કેસને લઈને કરવામાં આવેલ સુનાવણીમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.
મહત્વનું છે કે, બે અલગ અલગ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આરોપી રૂકશાના બાનું અને હનીફ શેખને વીજ ચોરી કરવાના આરોપો સાથે 3 વર્ષની સજા ફટકારી છે. સુનાવણી કરતાં સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે વીજ ચોરી કેસમાં આરોપીને બક્ષી ન શકાય. કારણ કે વીજ ચોરી એ એક મોટો અપરાધ ગણાય છે અને તે માફ કરવા લાયક નથી. કોર્ટે દસ્તાવેજી પૂરાવા અને સાક્ષીની જુબાનીને આધારે બંને આરોપીઓને સજા ફટકારી હતી.
મહત્વનું છે કે વર્ષ 2016માં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગના આધારે વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ ચોરીના આરોપો સાથે રૂકશાના બાનું અને હનીફ શેખ સામે આરોપો લગાવવામાં આવ્યા હતા. બાદમાં 27 જૂનના રોજ બને આરોપી સામે વટવા અને શાહઆલમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.


