By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

agragujaratnews
Last updated: 2024/05/05 at 6:48 PM
2 years ago
Share
Loksabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
SHARE

  • 12 રાજ્યોની 94 બેઠકો માટે 7 મે એ થશે મતદાન
  • ગુજરાતમાં 25 બેઠકો માટે થશે મતદાન
  • 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ

ગુજરાત લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત પડયા છે,ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવાર મેદાને છે,રાજકીય પક્ષો હવે ફકત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે સભા, સરઘસ કે રેલી નહીં કાઢી શકાય.મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે,ગુજરાતમાંથી અનેક મોટા માથાઓ મેદાનમાં છે, કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરથી લડી રહ્યાં છે ચૂંટણી,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીથી મેદાને,કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ લડી રહ્યાં છે ચૂંટણી.

હવે કોઇપણ પક્ષના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં


આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે.. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.. વધુમાં તેમણે કહ્યું કે, મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે. 

ગરમીને લઇ ચૂંટણી પંચની તૈયારી

7 મેએ રાજ્યમાં હીટવેવની આગાહી છે, જેને લઇને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર મેડિકલ કીટ, જરૂરી દવાઓ અને ORS પણ ઉપલબ્ધ રહેશે, સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે.

કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારોછે જેઓ 50, 788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. એક બેઠક સુરત પર ચૂંટણી નથી થવાની કારણ કે ત્યાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે.. એટલે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

મતદાનના દિવસે હીટ વેવની આગાહી : ચૂંટણીપંચ

175 જેટલા આદર્શ મતદાન મથકો ઊભા કરાયા છે,મતદાનના દિવસે હિટ વેવની આગાહી કરાઈ છે કોઈ પણ મતદારોને તકલીફ ના પડે તે માટે મેડિકલ કીટ તૈયાર રખાઈ છે સાથે સાથે મતદાન મથકો પર ORSના પાઉચ પણ ઉપલબ્ધ કરાવ્યા છે અને મતદાન મથક પર એક મેડિકલ ટીમ પણ હાજર રહેશે.

ઈલેકટ્રીક માધ્યમથી પ્રચાર નહી થાય : ચૂંટણીપંચ

મતદાન મથકની બહાર શેડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,48 કલાક દરમિયાન સભા, સરગસ રેલી નહી કાઢી શકાય અને કોઈપણ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પ્રચાર કરશે નહી.6 વાગ્યા બાદ કોઈપણ પ્રચાર પડઘમ શાંત પડશે.

સોશિયલ મીડિયામાં પર પણ વોચ : ચૂંટણીપંચ

તમામ 265 ઉમેદવારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે,કોઈ પણ ઉમેદવાર કંઈ પણ ખોટી માહિતી કે કોઈ પણ પ્રચારની વાત સોશિયલ મિડીયા પર કરી શકશે નહી,અને કોઈ ઉમેદવાર ચૂંટણીપંચની ગાઈડલાઈન વિરુદ્ધ જશે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.48 કલાક લાઉડ સ્પીકર પણ પ્રતિબંધ રહેશે.

કોઈને અગવડ નહી પડે તેવી સુવિધા ઉભી કરાશે

મતદારોને ચૂંટણી સયય દરમિયાન કોઈ પણ તકલીફ કે પ્રશ્નો ઉભા થાયતો તેના માટે મતદાર સહાયતા કેન્દ્રની સુવિધા પણ ઉભી કરવામાં આવેલ છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવશે.અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ, વ્હીલચેર તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે,સંસદીય મત વિસ્તારમાં મતદાન મથકો ખાતે તડકો ન લાગે તે માટે મંડપ, પંખા, કુલર, પ્રતિક્ષા સમય દરમિયાન બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરાશે.

7 મેના રોજ સરકારી કચેરીઓમાં રજા

ઉલેખ્ખનિય છે કે, 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે, તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

સખી મતદાન

દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 07-સખી મતદાન મથકો રાખવામાં આવેલ છે. જેમાં તમામ મતદાન સ્ટાફ તરીકે મહિલાઓ ફરજ બજાવશે. 01-પી.ડબલ્યુ.ડી સંચાલિત મતદાન મથક ખાતે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે તથા 01- યુવા મતદાન મથક રાખેલ છે, જેમાં યુવા કર્મચારીઓ ફરજ બજાવશે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

મતદારે કયા ઓળખપત્ર સાથે રાખવા

મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
ગુજરાત

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

Editor By Editor 1 day ago
 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?