- અમદાવાદના ઈસનપુરમાં જુગારધામનો પર્દાફાશ
- PCBએ 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા
- પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે
અમદાવાદના ઈસનપુરમાં જુગારધામ ચાલતું હોવાની માહિતીને પગલે પોલીસ મથકના સ્ટાફે જુગારધામ પર દરોડો પાડ્યા હતા, પોલીસે 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઇસનપુરમાં મેરેજની આડમાં જુગાર ચાલતો હતો જેને લઇ PCBએ રેડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ ઇસનપુર જીમખાનામાં PCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે માહિતી મળી હતી કે, મેરેજની આડમાં જુગારધામ ધમધમી રહ્યું હતું. આ જુગારધામમાં રોકડના બદલે કોઈનથી જુગારધામ ધમધમી રહ્યું હતું. બાતમીના આધારે ઇસનપુર વિસ્તારમાં PCBની ટીમે દરોડા પાડ્યા હતા. PCBએ 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસે જુગારધામમાં 25થી વધુ જુગારીઓની ધરપકડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગૂનો નોંધીને વધુ તપાસની કામગીરી હાથ ધરી છે. અગાઉ પણ ઇસનપુર જીમખાનામાં અનેકવાર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 59 જુગારીઓની ઝબ્બે કર્યા હતા.


