- પકડાયેલા શખ્સોએ સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં ગુના આચર્યા હતા
- એલસીબીએ રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો, સ્ઁની કડિયા ગેંગના સાગરીતો હોવાનું ખુલ્યું
- એક કોમ્પ્લેક્ષમાંથી રૂ.2.67 લાખની ચોરી કરી હતી. પુછપરછ દરમ્યાન વણશોધાયેલા 9 ગુનાનો
સાબરકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ તથા વાહનોની ચોરીને અંજામ આપવા માટે પરપ્રાંતિય ગેંગ સક્રિય છે ત્યારે 2 દિવસ અગાઉ ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ સામે બેંકમાંથી રૂ.2.40 લાખની રોકડ લઈને જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવી આ રોકડની ચોરી કરી લીધી હતી. આ અંગે એલસીબી ટીમને સોંપાયેલી તપાસના ભાગરૂપે તા.5 મેના રોજ એલસીબીના સ્ટાફ ઈડર જઈ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ કેટલાક સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. ઉપરાંત મળેલી બાતમી બાદ જાણવા મળ્યુ હતુ કે, માથાસુર રામદેવજી મંદિર નજીકથી એક નંબર વગરની બાઈક પર ત્રણ શખ્સો જઈ રહ્યા છે જે આધારે પોલીસે ઈડર-અંબાજી રોડ પર કેટલેક ઠેકાણે વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ. દરમિયાન બાતમી મુજબ મળેલા ત્રણ હિન્દી ભાષીઓને અટકાવી તપાસ કરતાં એક ઈસમ પાસેથી રૂ.2.40 લાખની રોકડ મળી આવી હતી જે અંગે પોલીસે પૂછપરછ કરતાં 2 પુખ્ત વયના તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ભાંગી પડયા હતા. ત્યારબાદ પોલીસને શક જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં પકડાયેલા બલદેવસિંહ ઉર્ફે ભોલુ બતાવસિંહ ઉર્ફે બટુવા ગેરૂવર સિસોદીયા તથા લક્ષ્મણ રામસ્વરૂપ સિસોદીયા અને બાળ કિશોરએ જણાવ્યુ હતુ કે તેઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પંચોર તાલુકાના કડિયા સાન્સી ગામના રહીશ હતા. ઉપરાંત તેઓએ છેલ્લા 2 મહિનામાં સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી અને પાટણ જિલ્લામાં કરેલી ચોરી બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે રોકડ સહિત રૂ.50 હજારનું બાઈક અને મોબાઈલ મળી અંદાજે રૂ.2,90,500નો મુદ્દામાલ કબ્જે લઈ બે શખ્સો તથા બાળ કિશોરને વધુ તપાસ માટે ઈડર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચીલઝડપ તથા રોકડની ચોરી કરનાર કડિયા ગેંગના વિશાલ ઉર્ફે પંકજ ઉર્ફે રાહુલ ઉર્ફે બન્ટી માલાવત સિસોદીયાની શોધખોળ હાથ ધરી છે.
પકડાયેલા કડિયા ગેંગના સાગરીતોએ તા.3 માર્ચના રોજ ખેડબ્રહ્મામાંથી રૂ.85 હજારની રોકડની ચીલઝડપ કરી હતી, હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી તા.4 એપ્રિલના રોજ રૂ.80 હજાર રોકડ, તા.5 એપ્રિલના રોજ સુરેન્દ્રનગરમાં આવેલ બેંક આગળથી રૂ.50 હજાર, તા.12 એપ્રિલના રોજ બોટાદમાંથી રૂ.3.02 લાખ, તા.10 એપ્રિલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી રૂ.3 લાખ, અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ એક બેંક પાસેથી રૂ.70 હજાર અને તા.3 એપ્રિલના રોજ પાટણ-હારીજ બજારમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાંથી રૂ.2.67 લાખની ચોરી કરી હતી. આમ સાબરકાંઠા એલસીબીએ પકડેલા ત્રણેયની પુછપરછ દરમ્યાન વણશોધાયેલા 9 ગુનાનો.


