- લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે મતદાન
- તબક્કામાં 11 રાજ્યોમાં કુલ 93 બેઠકો માટે મતદાન
- 2019 અને 2024ની સરખામણીમાં મતદાનમાં ઘણો તફાવત
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 11 રાજ્યોમાં કુલ 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્રીજા રાઉન્ડમાં જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં સૌથી વધુ 25 બેઠકો છે. 2019માં તમામ 93 બેઠકો પર 66.89% મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્રીજા રાઉન્ડમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર લોકો મતદાન કરી રહ્યા છે. આ તબક્કામાં ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાત મંત્રીઓના ભાવિનો નિર્ણયEVMમાં થશે.
લોકસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 2019માં ગુજરાતમાં 64.51 ટકા મતદાન થયુ હતું . 2019ની સરખામણીમાં 2024માં 37.83 ટકા મતદાન નોંધાયું છે. 2019 કરતા આ 2024ના મતદાનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંકને ક્યાક મતદારોમાં કાળજાળ ગરમીના કારણે મતદાન ઓછું થયું હોય તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે.
2019ની સરખામણીમાં 2024માં અત્યાર સુધીમાં કેટલું મતદાન?
જિલ્લા વર્ષ 2019 વર્ષ 2024
કચ્છ 58.71 41.18 ટકા
બનાસકાંઠા 65.03 55.74 ટકા
મહેસાણા 65.78 48.15 ટકા
સાબરકાંઠા 67.77 50.36 ટકા
ગાંધીનગર 66.08 48.99 ટકા
અમદાવાદ પૂર્વ 61.76 43.55 ટકા
અમદાવાદ પશ્ચિમ 60.81 42.21 ટકા
સુરેન્દ્રનગર 58.41 40.93 ટકા
રાજકોટ 63.49 46.47 ટકા
પોરબંદર 57.21 37.96 ટકા
જામનગર 61.03 42.52 ટકા
જુનાગઢ 61.31 44.47 ટકા
અમરેલી 55.97 37.82 ટકા
ભાવનગર 59.05 40.96 ટકા
આણંદ 67.04 46.11 ટકા
ખેડા 61.04 46.11 ટકા
પંચમહાલ 62.23 45.72 ટકા
દાહોદ 66.57 46.97 ટકા
વડોદરા 68.18 48.48 ટકા
છોટા ઉદેપુર 73.9 54.24 ટકા
ભરૂચ 73.55 54.90 ટકા
બારડોલી 73.89 51.97 ટકા
નવસારી 66.4 48.03 ટકા
વલસાડ 75.48 58.05 ટકા
રાજ્યમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 47 ટકા મતદાન
સવારના 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું,જયારે બપોર બાદ મતદાનમાં વધારો થયો હતો.બપોરના 3 વાગ્યા સુધી મતદાન ઓવરઓલ 50 ટકાની નજીક પહોચવા આવી રહ્યું છે,કચ્છમાં 41.18 ટકા મતદાન,જૂનાગઢમાં 44.47 ટકા મતદાન,અમદાવાદ પૂર્વ 43.55 ટકા મતદાન,મહેસાણામાં 48.15 ટકા મતદાન,આણંદમાં 52.49 ટકા મતદાન,બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન,પાટણમાં 46.69 ટકા મતદાન,સાબરકાંઠા 50.36 ટકા મતદાન,ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન,અમદાવાદ પશ્ચિમ 42.21 ટકા મતદાન,સુરેન્દ્રનગરમાં 40.93 ટકા મતદાન,રાજકોટથી 46.47 ટકા મતદાન,પોરબંદરમાં 37.96 ટકા મતદાન,જામનગરમાં 42.52 ટકા મતદાન,અમરેલીમાં 37.82 ટકા મતદાન,ભાવનગરમાં 40.96 ટકા મતદાન,ખેડામાં 46.11 ટકા મતદાન,પંચમહાલમાં 45.72 ટકા મતદાન,દાહોદમાં 46.97 ટકા મતદાન,વડોદરામાં 48.48 ટકા મતદાન,છોટાઉદેપુરમાં 54.24 ટકા મતદાન,ભરૂચમાં 54.90 ટકા મતદાન,બારડોલીમાં 51.97 ટકા મતદાન,નવસારીમાં 48.03 ટકા મતદાન,વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે.


