- નકલી સીઆરપીએફ ખોટી નંબર પ્લેટો લગાવી કાયદા વિરુદ્ધ કામ કરતાં હોબાળો
- ગેનીબેન ઠાકોર દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ
- યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની માંગ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ધરેડા પ્રાથમિક શાળામાં પ્રકાશ ચૌધરી નામનો યુવક મતદારોને ભાજપ તરફી મતદાન કરવા પ્રેરિત કરતો હોવાના આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા લગાવ્યો છે અને યોગ્ય તપાસ કરી તેની સામે સખત પગલાં ભરવાની માંગ કરી છે
બનાસકાંઠા જિલ્લામાં લોકશાહીના પર્વને લોકોએ ઉત્સાહપૂર્વક ઉજવે છે જેમાં મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કરવા સવારથી જ મતદાન મથકો પર લાઈનો લગાવી હતી અને મતદાન કરી લોકશાહીના પવિત્ર પર્વને મનાવ્યું હતું
બનાસકાંઠાના તમામ બુથો પર ચૂંટણી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે શાંતિપૂર્વક ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અલગ-અલગ મતદાન કેન્દ્ર પર જઈ મુલાકાત કરી રહ્યા હતા ત્યારે આજે દાંતા તાલુકાના ધરેડા પ્રાથમિક શાળા ખાતે પહોંચેલા ગેનીબેનને કથિત નકલી સીઆરપીએફ્ના જવાનને ઝડપ્યો હતો
ગેનીબેન ઠાકોરે દાંતા તાલુકામાં આવેલ ધરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પર જઈ ત્યાંથી એક કથીત નકલી સીઆરપીએફ્ જવાનને પકડયો હતો ભાજપ પર આક્ષેપ લગાવતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પ્રકાશ ચૌધરી નામનો યુવક નકલી સીઆરપીએફ્ બની મતદારો પર દબાણ બનાવી ભાજપ તરફી મતદાન કરવા પ્રેરિત કરતો હતો જેને મેં રંગે હાથ ઝડપ્યો છે તે પ્રકાશ ચૌધરી નામનો યુવક નકલી સી આર પી એફ્ બની નકલી સી આર પી એફ્ની પ્લેટો અને પોલીસની પ્લેટો લગાવી ભાજપ તરફી મતદાન કરવા અંગે મતદારોને પ્રેરિત કરતો હતો વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ પ્રકારનું સીઆરપીએફ્ અને પોલીસનું બોર્ડ લગાવવાનો શોખ હોય તો તેમને ભણવું જોઈએ શિક્ષિત થવું જોઈએ અને ત્યારબાદ પોલીસ અને સીઆરપીએફ્ બનવું જોઈએ આ બાબતે અમોએ પોલીસ અને ચૂંટણીપંચને જાણકારી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.


