- હાજર ન રહેનાર આરોપી સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાયો
- દારૂ, બિયર, કાર સહિત 13.19 લાખનો મુદ્દામાલ જપ્ત
- તેના કાચમાંથી કારમાં પેટીઓમાં વિદેશી દારૂ ભર્યો હોવાની જાણ થઈ હતી
ચોટીલા પીઆઈ આર.એમ.સંઘાડા, ધનરાજસીંહ, મયુરભાઈ સહિતની ટીમ રવીવારે સવારે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે દેવાંગી હોટલ સામે કાચા રસ્તે એક દારૂ ભરેલી કાર બીનવારસી પડી હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને તપાસ કરતા કાર લોક હતી. પરંતુ તેના કાચમાંથી કારમાં પેટીઓમાં વિદેશી દારૂ ભર્યો હોવાની જાણ થઈ હતી. આ સમયે એક કાચ તુટેલો હોવાથી તેના દ્વારા કાર ખોલી તપાસ કરાઈ હતી. જેમાં કારમાંથી વિદેશી દારૂના 3,071 ચપલા કિંમત રૂપીયા 3,07,100, બીયરના 120 ટીન કિંમત રૂપીયા 12000ના મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપીયા 10 લાખની કાર સહિત રૂપીયા 3,19,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કારના ચાલક સહિત તપાસમાં જે ખુલે તે વ્યકતીઓ સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કર્યો હતો. બનાવની વધુ તપાસ એચસી ડી.જે.વાઘેલા ચલાવી રહ્યા છે.


