- ભાજપ નેતા દિલીપ સંઘાણીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી
- હું ચૂંટાઇને આવ્યો ત્યારે ભાજપે જ સત્કાર કાર્યક્રમ કર્યો : સંઘાણી
- રાદડિયાએ ફોર્મ ભર્યું ત્યારે કોઈએ ફોર્મ ભર્યું જ નહોતું:સંઘાણી
બે દિવસ પહેલાં ઈફકોના ચેરમેન બન્યા બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સંદેશ ન્યૂઝ પર વાતચીત કરી હતી. બે દિવસ પહેલાં ઈફકોના ચેરમેન બન્યા બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સંદેશ ન્યૂઝ પર વાતચીત કરી હતી. તેમને જણાવ્યું કે, ભાજપના કાર્યાલય પર મારું સ્વાગત કરાયું તેને લઈ કેટલાક લોકો શક્તિ પ્રદર્શન માની રહ્યા છે પરંતુ એવું નથી.
આ અંગે એક વર્ષ પહેલા કાર્યક્રમનું આયોજન થયું હતું. આગળ તેમને જણાવ્યું કે મારે શક્તિ પ્રદર્શનની જરૂર નથી. અમરેકીમાં કોઈ જ શક્તિ પ્રદર્શન ન્હોતું કર્યું. હું પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છું. જેથી મારી એવા શક્તિ પ્રદર્શનની કોઈ જરૂર નથી. મને હંમેશા લોકોને પ્રેમ મળ્યો છે. વધુમાં તેમને સહકારી ક્ષેત્રની ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે હું ચૂંટાઈને આવ્યો ત્યારે ભાજપે જ સત્કાર કાર્યક્રમ કર્યો હતો.
મને મારા જિલ્લાના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.સાંજનો કાર્યક્રમએ માત્રને માત્ર સત્કાર કાર્યક્રમ હતો. ભાજપ ખુદ શક્તિશાળીએની સામે કદી શક્તિ પ્રદર્શન ન હોય અને જ્યારે રાદડિયાએ ફોર્મ ભર્યું હોય ત્યારે કોઈએ ફોર્મ ભર્યું જ નહોતું. વળી તેમને એ પણ કહ્યું કે ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટની ચર્ચા નહોતી.. રાદડિયાએ ફોર્મ ભર્યું ત્યારે કોઈએ ફોર્મ ભર્યું જ નહોતું. છેલ્લે તેમને ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠને ખૂબ કામગીરી કરી હોવાની વાત કરી


