- શાહવાડીમાં આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આગ
- દવા બનાવતી કંપનીના બોઈલરમાં લાગી આગ
- આગમાં 6 લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના નારોલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં વધુ એક આગની ઘટના બની છે. નારોલના શાહવાડીમાં આવેલ સરદાર પટેલ એસ્ટેટમાં એક કંપનીમાં આગ લાગવાથી 6 લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારના શાહવાડીમાં આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આગની ઘટના બની છે. દવા બનાવતી સ્ટબિકોટ વિટામિન કંપનીનાં બોઈલરમાં આગ લાગતાં 6 લોકો દાઝી ગયા હતા. સરદાર પટેલ એસ્ટેટમાં પ્લોટ 47માં આવેલ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 12 ગાડીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી.
ઘટનામાં દાઝેલા લોકો
- કાર્તિક કંસારા (માલિક) 45 વર્ષ
- પીન્ટુ 23 વર્ષ
- મહેશ ભાઈ 22 વર્ષ
- બાબુભાઈ 23 વર્ષ
- મનીષભાઈ 21 વર્ષ
- સોનું ભાઈ 21 વર્ષ
તો, આગની ઘટનામાં દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગ કયા કારણે લાગી તે હજુ જાણવા મળ્યું નથી.


