- નળસરોવર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આદરી
- કરિયાણાના સ્ટોર પર દુકાનદાર સાથે બોલાચાલી કરી ધમકી આપી
- ડાભીના કિરાના સ્ટોર પર ઈટોના રોડાના ઘા કરી ધમકીઓ આપી હતી
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા દેવડથલ ગામમાં ગુરુવારે સાંજે જુની અદાવતમાં વરરાજા અને તેના કુંટુંબીઓએ કિરાણા સ્ટોરના દુકાનદાર સાથે બોલાચાલી કરી દુકાન પર ઈટોના રોળાં મારી ધમકી આપી જતા દુકાનદાર આકાશકુમાર મહેશભાઈ ડાભીએ વરરાજા અને તેના પિતા સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ વિરમગામ તાલુકાના નળસરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ દેવડથલ ગામના રહેવાસી આકાશ કુમાર મહેશભાઈ ડાભી ઉંમર 23 ના ગામમાં પટેલવાસમાં ખોડીયાર માતાજીના મંદિર સામે કીરાના સ્ટોર ચલાવે છે.તેમના કુટુંબ અને પોમાભાઈ કાશીરામભાઈ કોળીપટેલ કુંટુંબ વચ્ચે જુની અદાવત ચાલે છે. ત્યારે પોમાભાઈ કોળીપટેલના પુત્ર જયેશના લગ્નની ગોતડા ની વિધિ કરવા જયેશ સહિત કુટુંબી ગુરુવારે ખોડીયાર માતાજીના મંદિર આવ્યા હતા.વિધિ પુર્ણ થયા બાદ જયેશ કોળીપટેલ આકાશ ડાભી પાસે ગયો હતો અને બોલાચાલી સર્જાઈ હતી.જયેશના કુટુંબીઓ પણ ત્યાં આવ્યા હતા.મામલો ઉગ્ર રૂપ ધારણ કરી લેતા આકાશકુમાર ડાભીના કિરાના સ્ટોર પર ઈટોના રોડાના ઘા કરી ધમકીઓ આપી હતી. ઈટોના રોડાથી સ્ટોરમાં કાચની બરણીઆમાં નુકશાન થયાની કેફ્યિત જણાવી આકાશકુમાર ડાભીએ જયેશ પોમાભાઈ કોળી પટેલ, પોમા કાશીરામભાઇ કોળી પટેલ, હસુ કાશીરામભાઈ કોળી પટેલ તથા કાંતિ કાશીરામભાઈ કોળી પટેલ વિરૂદ્ધ નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


