- આજી નદીના પટમાંથી મહિલાના કપાયેલા પગ મળ્યા
- ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
- માનવ શરીરના પગને ફોરેન્સિક માટે સિવિલ ખસેડાયા
રાજકોટના આજીડેમ વિસ્તાર પાસેથી મહિલાના કપાયેલા બે પગ મળી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રણાણે આજે એટલે કે રવિવારે રાજકોટના આજીડેમ વિસ્તારમાં રવિવારી બજાર પાસે આજી નદીના પટમાથી કપાયેલા પગ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ધટના સ્થળે પહોચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે મહિલાના પગ હોવાની માહિતી મળી રહી છે.
મહત્વનું છે કે માનવ શરીરના પગને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હત્યા છે કે નહીં તે અંગે મેડિકલ તપાસમાં ખુલાસો થશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


