- સુરત શહેરમાં ફરી ગ્રીષ્મકાંડ જેવી ઘટના બનતી અટકી
- કોર્ટ મેરેજ નહી કરે તો ગળું કાપી હત્યાની આપી ધમકી
- આરોપી જતીન ગજેરાએ કહ્યું ફેનિલનો ભાઈ જ છું
સુરતમાં ગ્રીષ્માકાંડની ઘટના આજે પણ યાદ કરતા કંપારી છૂટાવી દે છે,સુરતના ચોક બજારમાં આવી જ એક ઘટનાને અંજામ અપાય એ પહેલા આરોપીની ધરપકડ કરાઈ છે,આરોપી જતીન ગજેરાએ તેની પ્રેમિકાને કહ્યું કે,કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહી કરે તો ગ્રીષ્માની જેમ ગળું કાપી હત્યાની ધમકી આપી.વાંચો સમગ્ર અહેવાલ વિગતવાર
ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા અટકી
સુરતમાં ગીષ્માંકાંડ જેવી ઘટના બને તે પહેલા આરોપીને પોલીસે દબોચી લીધો છે,સુરત ચોક બજાર પોલીસે આરોપી જતીન ગજેરાની ધરપકડ કરી છે,ફરિયાદી અને આરોપી બન્ને સોશિયલ મિડીયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા,તે દરમિયાન આરોપીએ તેની પ્રેમિકાને લગ્નને લઈ પ્રસ્તાવ મૂકયો હતો,પરંતુ પ્રેમિકા દ્રારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.ત્યારે યુવકે પ્રેમિકાને કહ્યું કે હુ પણ,ફેનિલનો ભાઈ જ છુ,જો કોર્ટ મેરેજ નહી કરે તો ગળુ કાપીને તારી હત્યા કરી નાંખીશ,તો બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી છે,અને વધુ પૂછપરછ માટે યુવતીનો સંપર્ક કર્યો છે,ત્યારે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થશે તે જોવું રહ્યું.
સોશિયલ મીડિયામા મિત્રતા ભારે પડી
સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી છે. ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું કહી મારી નાંખીશ એવું કહી તેની પાસે લગ્નના ફોર્મ પર સહી કરાવી દીધી હતી. બાદમાં યુવતીના ફોટા વાયરલ કરતા મામલો ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.
જતીનમાં દબાણમાં આવેલી યુવતીએ સહી કરી હતી
કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતા હતા. તે દરમિયાન જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યેનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતુ.
ફોટો વાયરલ કરવાની આપી ધમકી
યુવતીએ ઈન્કાર કરતા જતીને ફોર્ટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડયા હતા. પરંતુ ત્યાર બાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.


