- પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણની પણ તપાસ
- અલગ-અલગ ટીમો બનાવી પોલીસની ડ્રાઇવ
- પાન પાર્લર, ચાની કીટલી સહિતના સ્થળો પર ચેકિંગ
જુનાગઢ શહેરમાં એકવાર ફરી અસામાજિક તત્વો અને લેભાગુ તત્વો સામે જુનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા આજે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લભરમાં અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં, પાનના ગલ્લા અને ચાની કીટલીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના આજે અચાનક એક્શનથી લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.


