- વિડીયો સામે આવ્યા બાદ AMCની કાર્યવાહી
- બસચાલક અને ઓપરેટર સામે કાર્યવાહી
- ઓપરેટર અશોક લેલનને 2 લાખનો દંડ ફટકાર્યો
અમદાવાદમાં અવારનવાર BRTS બસ દ્વારા અકસ્માત સર્જાવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં BRTS બસના ડ્રાયવરની બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદની એક BRTS બસના ડ્રાયવરનો વિડીયો વાયરલ થયો છે જેમાં BRTS બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે.
અવારનવાર અકસ્માતો સર્જનાર BRTS બસ સેવા આજે ફરી ચર્ચામાં આવી છે. BRTS બસનો ડ્રાયવર ચાલુ બસમાં વિડીયો જોતો જોવા મળ્યો હતો. જોકે, એક જાગૃત નાગરિક દ્વારા ડ્રાયવરનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. બસ ડ્રાયવરનો વિડીયો વાયરલ થતાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC દ્વારા બસચાલક અને ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ BRTS બસ ડ્રાયવરનો ચાલુ બસે વિડીયો જોતાં હોવાનો વિડીયો વાયરલ થતાં AMC દ્વારા BRTS બસ ડ્રાયવર ભરત પરમારને હટાવવામાં આવ્યા છે. તો સાથે સાથે ઓપરેટર અશોક લેલનને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


