- બુટલેગરો દ્વારા પોલીસને કારને ઉડાડવાનો પ્રયાસ
- સોનગઢ ઓવરબ્રિજ પાસેથી 2 કારમાંથી કાબૂ ઝડપાયો
- પોલીસે ખાનગી કારની આડાશ મૂકતા બુટલેગરે કાર અથડાવી
તાપી જિલ્લામાં દેશી વિદેશી દારૂની રેલમછેલ જોવા મળતી હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બૂટલેગરો દ્વારા ઘુસાડાતા વિદેશી દારૂના ધંધાનો પર્દાફાશ થયો છે. ત્યારે, તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તાપીમાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બૂટલેગરો દ્વારા પોલીસની કારને ઉડાવવાની બેખોફ હરકત કરવામાં આવી છે. ઘટના તાપી જિલ્લાની છે જ્યાં બૂટલેગરોએ દારૂ ભરેલ કારથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમની કારને ઉડાવી દઈને ફરાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે તાપી જિલ્લાના સોનગઢ ઓવરબ્રિજ નજીકથી બે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મસમોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ખાનગી કારની આડાશ મૂકતા બૂટલેગરોએ ભાગવાનો પ્રયાસ કરતાં તેમની કાર અથડાવી હતી. જોકે, સ્ટેટ મોનીટરીંગની ટીમે રાકેશ ઉર્ફે પકો ગામીત અને પ્રમોદ આહિરે નામના બુટલેગરોને ઝડપી પાડયા હતા.
તો સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર, વિદેશી દારૂ સહિત કુલ 18 લાખ 79 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો સાથે સાથે, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવાપુરની લક્કી વાઇન શોપના માલિક ભાવિન કોંકણી, કાર ચાલક હિતેશ વસાવા તેમજ માંડવીના સતિશ ચૌધરી, અશ્વિન ચૌધરી નામના બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.


