By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    23 minutes ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    1 hour ago
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    2 hours ago
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    3 hours ago
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ફાયરસુટ સાથેની ફાયર ટીમ આપણી પાસે હોત તો આગકાંડમાં અનેક લોકોને બચાવી શકાયા હોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ફાયરસુટ સાથેની ફાયર ટીમ આપણી પાસે હોત તો આગકાંડમાં અનેક લોકોને બચાવી શકાયા હોત

agragujaratnews
Last updated: 2024/05/29 at 8:17 PM
2 years ago
Share
ફાયરસુટ સાથેની ફાયર ટીમ આપણી પાસે હોત તો આગકાંડમાં અનેક લોકોને બચાવી શકાયા હોત
SHARE

આગ સામે સ્માર્ટ સિટી રાજકોટની ફાયર ટીમ અને સુરક્ષા તંત્ર કેટલા વામણા સાબિત થયા ? વિશ્વગુરુ બનવા માટે વિશ્વ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પણ વિકસાવી પડે

વિકસીત દેશોમાં આગમાં કુદી લોકોને બચાવવા માટે ફાયરસ્ટાફને આગપ્રુફ ફાયરસુટ અપાય છે,જે આગમાં કુદીને સલામાત રીતે લોકોને બચાવી શકે છે

કાર્બન ફાયર બોલ સાથે આગમાં સરળતાંથી ઘુસેલી ફાયર ટીમ ફોમ વગેરેની દિવાલો તોડી આગને કાબુમાં લઇ શકે છે અને જીવતાં લોકોને આગમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે

આપણી કરણી અને કથનીમાં ફરક છે. બોયા બીજ બબુલ કા આમ કહાં સે હોય. આપણે જેવું વાવીએ તેવુ લણીએ. મોટી મોટી વાતો કરવાથી આપણે વિશ્વ ગુરુ નથી બની શકતા. આ માટે ઇચ્છાશકિત અને સજજતા જોઇએ. વાત ટી.આર.પી. ગેમઝોનના આગકાંડની કરવી છે. છેલ્લા આંકડા મુજબ 3રથી વધુ વ્યકિતના મોત થયા છે. જે સ્થળે આગ લાગી હતી તે સ્થળે સ્વપ્રયત્નથી અથવા ત્યાં હાજર વ્યકિતઓની મદદથી જે લોકો બચી શકયા તે નસીબદાર. આપણી ફાયરી ટીમે આગમાંથી કેટલાં લોકોને બચાવ્યા તેની કોઇ વિગતો આવી નથી. જો કે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ફાયરની મદદ સમયસર ન મળી હોવાની અથવા ફાયર ટીમને મોડી મોડી જાણ કરવામાં આવી હોવાની ફરિયાદો છે. પ્રથમ વિશ્વ,બીજા વિશ્વ અને ત્રીજા વિશ્વ વચ્ચે આ જ ફરક છે. વિશ્વ ગુરુ બનવા વચ્ચે આ જ ફરક છે. આપણે આગ લાગે પછી કુવો ખોદીએ છીએ. મૃતકોને બચાવી નથી શકતાં એટલે તેમના સ્વજનોને સહાય જાહેર કરીએ છીએ. એક બીજા ઉપર દોષારોપણ કરીએ છીએ. તંત્રના ઢાંક પિછોડા કરીએ છીએ. પરંતુ આ ઘટનામાંથી હવે શિખવાની વાત એ છે કે ભવિષ્યમાં આવી કોઇ આગ દુર્ઘટના ન બને.જેમાં આપણા લાડકવાયા હોમાઇ જાય. આગ સામે બચાવ  માટે વિશ્વના સુધરેલા અને સજજ દેશોમાં સારી એવી પ્રગતિ થઇ છે. સૌ પ્રથમ કોઇ પણ આગ એક ઇમરજન્સી છે. અકસ્માત છે. એ કહીને નથી લાગતી. પરંતુ ઇમરજન્સી રિસ્પોન્સ અને આગ સામે લડવા માટે ચુનંદા ફાયરસ્ટાફ અને આધુનિક સાધનોથી સજ્જ તાલીમબધ્ધ સ્ટાફ જોઇએ. હાલ વિશ્વમાં કોસ્મોપોલિટન સિટી અને જયાં આગની સૌથી વધુ શકયતા છે એવા પેટ્રો અને ઇંધણ,કેમિકલને  લગતા સંકુલોમાં ફાયરટીમ ફાયર સુટથી,કાર્બન ફાયર બોલ અને અન્ય અનેક સાધનોથી સજજ હોય છે.

Contents
આગ સામે સ્માર્ટ સિટી રાજકોટની ફાયર ટીમ અને સુરક્ષા તંત્ર કેટલા વામણા સાબિત થયા ? વિશ્વગુરુ બનવા માટે વિશ્વ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પણ વિકસાવી પડેવિકસીત દેશોમાં આગમાં કુદી લોકોને બચાવવા માટે ફાયરસ્ટાફને આગપ્રુફ ફાયરસુટ અપાય છે,જે આગમાં કુદીને સલામાત રીતે લોકોને બચાવી શકે છેકાર્બન ફાયર બોલ સાથે આગમાં સરળતાંથી ઘુસેલી ફાયર ટીમ ફોમ વગેરેની દિવાલો તોડી આગને કાબુમાં લઇ શકે છે અને જીવતાં લોકોને આગમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે

આ ફાયર સુટ એટલા પ્રોટેકટીવ હોય છે કે તાલીમબધ્ધ ફાયર લાશ્કર તેને પહેરીને આગમાં સરળતાથી  કુદી શકે છે. તેમની પાસે કાર્બનના મોટા મોટા બોલ હોય છે. જે આગના સ્થળમાં કુદી ફોમ વગેરેની દિવાલોને બ્લાસ્ટ કરી આગને ઓલવી શકે છે. આગમાં સપડાયેલા લોકોને તેઓ ઉંચકીને સલામત રસ્તેથી બહાર લઇ જઇ શકે છે અથવા આગની લપેટ વચ્ચે ફાયર બોલની મદદથી સમયની માંગ મુજબ આગ વચ્ચે રસ્તો બનાવી શકે છે.જો ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ મનપા પાસે આવા ફાયરસુટ સજજ જવાનો હોત અને આગમાં કુદીને અંદર ફસાયેલા લોકોને સમયસર મદદ કરી શકયા હોત તો મૃત્યુઆંક આટલો ઉંચો ન ગયો હોત. એટલીસ્ટ પાંચ પંદર જીવ બચી ગયા હોત. આપણે વિશ્વગુરુના ખ્વાબમાં પાણી અને ગેસના ફુવારા લગભગ બહારથી છોડતાં રહયા. અંદર જઇને ફાયર ટીમ ખાસ મદદ કરી શકી નથી. પલાયનવાદની પણ આ એક હદ છે. જાગ્યા ત્યારથી સવાર. હવે ખરેખર તંત્ર આવી દુર્ઘટના અને દુર્ટના બાદ લોકોના તિરસ્કારનો ભોગ બનવાથી બચવા માંગતી હોય તો તાત્કાલીક ધોરણે ફાયર ઓથોરિટીનું અલગથી આકલન કરી તેમાં ઝીરો પર્સન્ટ ટોલરન્સ અને ઝીરો પર્સન્ટ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ લાવી આવી ઓથોરિટીને માત્ર સુપરટેક સ્પેશિયાલિટીના માર્ગદર્શન હેઠળ ચલાવવાનો નિર્ધાર કરવો જોઇએ. ઝાડવા ઉગાડયા વગર કરોડો રુપિયાના પાણીના ટેન્ડર પાસ કરી ગ્રીન સિટીની વાત કરતાં લોકોએ પહેલાં આગ લાગે ત્યારે આધુનિક સાધનોથી સજજ ટીમની મદદ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

આ માટે એવું જરૂરી નથી કે સરકારી તંત્ર જ જોઇએ. સરકારની બહાર પણ ફાયર એકસપર્ટ છે. ફાયર મેનેજમેન્ટ નામનું વૈશ્વિક શાસ્ત્ર છે. ગુજરાતમાં પણ આવી વ્યવસ્થાનું પગરણ થઇ ગયુ છે. ગીફટ સિટી તેનું ઉદાહરણ છે. સરકારના ઝીરો ઇન્ટરફિયરન્સથી ઉભા થયેલા ગગનચુંબી ટાવરમાં વિશ્વની તમામ સુરક્ષા વ્યવસ્થા છે. જેમા ફાયર સેફટી પણ આવી જાય છે. એટલે જ ગિફટ સિટીમાં વિશ્વની એમએનસી આવી છે. આવી કંપનીઓ કોઇ પણ જગ્યાએ તેમની ઓફિસ સ્થાપે ત્યારે સૌ પ્રથમ તેમની એકસપર્ટ ટીમ તેમની ટેલન્ટ(સ્ટાફ)ની સેફટીને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. કારણ કે તેમની એમ્પલોઇ ટેલન્ટની લાઇફની કિંમત માત્ર ઇન્સયુરન્સની સમ એસ્યોર્ડ રકમ પુરતી જ નથી હોતી. તેમની ફયુચર પ્રોડકટીવીટી સાથે જોડાયેલી હોય છે. કંપનીએ તેને જે રીતે ટ્રેઇન્ડ કર્યા હોય છે તેમાં પણ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આ રીતે બનાય છે વિશ્વ ગુરુ.

આગકાંડ બાદ ચાર ચાર દિવસ સુધી મૃતકોના પરિવારને તેમના સ્વજનોના મૃતદેહો ન મળે એવા વ્યવસ્થા તંત્રથી વિશ્વગુરુ બનવાનું સપનું દુર રહે છે. જો ખરેખર આપણે બદલાવ ઇચ્છતા હોય તો સૌ પ્રથમ રાજકિય ઇચ્છાશકિત,પ્રજાશકિત,વહિવટી શકિત અને મેનેજમેન્ટ શકિતનો સંગમ એક દિશામાં કરવો પડશે. આપણો મુખ્ય પડકાર અમલદારો,રાજકિય લોકોનો ભ્રષ્ટાચાર અને પ્રજાની પણ ગુલામી માનસિકતામાં છે. આ સડિયલ સિસ્ટમને જયાં સુધી ધડમૂળથી બદલવાની માનસિકતાનું નિર્માણ નહિ થાય ત્યાં સુધી ગેમઝોનમાં, હોસ્પિટલમાં,તળાવોમાં,જળાશયોમાં ફરતી બોટમાં,ટ્રેનોમાં, મોલમાં,સિનેમામાં ,નિશાળોમાં,નિશાળે લઇ જતાં વાહનોમાં,જાહેર ખાનગી સંકુલોમાં આવી ઘટનાઓ બનતી રહેશે. રાંડયા પછી પણ ડહાપણ આવે તો કદાચ ભવિષ્યની દુર્ઘટનાઓ સામે આપણે વધુ સજજ બની શકિશુ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર. પણ બન્ને બાજુ સમતોલ તૈયારી કરવી પડે. પહેલાં ઘટના ન બને એવું તંત્ર તૈયાર કરવું પડે. બીજુ આમ છતાં આગ કે દુર્ઘટના બને તો તેનો પુરી સજજતાથી સામનો કરવા માટે પણ આપણે ખરુ ડેમેજમેનેજમેન્ટ તંત્ર ખડુ કરવું પડે. મન હોય તો માળવે જવાય.કોઇકે તો આ પહેલ કરવી પડશે. નાલેશી,ભોઠપ અને તિરસ્કાર,નિરાશા પણ વૈચારિક દુર્બળતા છે. તેને દૂર કર્યે જ છુટકો. રાતકી મટકી ફોડો. ચલો નયા સૂરજ નિકાલે હમ. ન એકલું તંત્ર, ન એકલા રાજકિય નેતાઓ સૌ સાથે મળી નુતન સમાજની રચના કરીએ. સુરક્ષિત ખુશહાલ ગુજરાતનું સર્જન કરીએ. ન માત્ર ચૂંટણીના પરિણામોમાં અગ્રેસર બનીએ. પણ આ દિશામાં પણ અગ્ર ગુજરાતનું નિર્માણ કરીએ.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bharuch:મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂા.2 લાખના સામાનની ચોરી
ગુજરાત

Bharuch:મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂા.2 લાખના સામાનની ચોરી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 17 hours ago
Gandhinagar News : રાજ્ય સરકારે જાહેર કરેલા 10 હજાર કરોડના કૃષિ પેકેજ અંતર્ગત ખેડૂતોને 5300 કરોડની સહાય ચૂકવાઈ
Flashback 2025: ઇન્ડિયન ડિફેન્સ માટે શાનદાર રહ્યુ આ વર્ષ, જાણો કઇ કઇ મિસાઇલોનું સફળ પરીક્ષણ થયુ
તમારું ઈ-ચલણ પેન્ડિગ છે? તો સમયસર ભરી દેજો નહીંતર લાઈસન્સ થઈ જશે રદ્દ
US: આજથી H-1B અને H-4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન શરૂ કરશે અમેરિકા, પ્રાઇવસી સેટિંગ કરવુ પડશે પબ્લિક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?