- કિશનવાડીમાંથી મહેન્દ્ર વણકર સહિત 5ની ધરપકડ
- અંજારના પરિવાર પાસે રૂ. 2.50 લાખ પડાવ્યા
- માતા બીમાર હોવાનું કહીને લૂંટેરી દુલ્હન રફુચક્કર થતી
વડોદરાથી વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ છે. જેમાં કિશનવાડીમાંથી મહેન્દ્ર વણકર સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. તેમાં અંજારના પરિવાર પાસે રૂ.2.50 લાખ પડાવ્યા છે. જેમાં માતા બીમાર હોવાનું કહીને લૂંટેરી દુલ્હન રફુચક્કર થઇ હતી. ત્યારે લૂંટેરી દુલ્હન સહિત 3 યુવતીઓ, 2 પુરુષની ધરપકડ કરવામાં આવી છે.
લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ અંજારમાં ગુનો નોંધાયો
લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ અંજારમાં ગુનો નોંધાયો હતો. જેમાં તમામ આરોપીઓની કસ્ટડી અંજાર પોલીસને સોંપાઈ છે. અંજારની વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગને પીસીબી પોલીસે ઝડપી પાડી છે. બાતમીને આધારે વુડાના મકાનમાં રાજુ ઉર્ફે ટીના તડવીના મકાનમાં છાપો મારી ગેંગને ઝડપી પાડી છે. જેમાં મહેન્દ્ર વણકર, પૂજા ગાંગડીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લુંટેરી દુલ્હન ગેંગે અંજારના કંદોઈ પરિવાર પાસેથી સપ્તપદીના ફેરા ફરવા 2.50 લાખ પડાવ્યા હતા.
3 યુવતીઓ અને બે પુરુષની ધરપકડ કરતા વધુ માહિતી સામે આવી શકે છે
લગ્ન બાદ થોડા દિવસ સાસરીમાં રહી માતા બીમાર હોવાનું બહાનું કરી લુટેરી દુલ્હને ચાલતી પકડી હતી. જેમાં પીસીબીએ લુંટેરી દુલ્હન સહિત 3 યુવતીઓ અને બે પુરુષની ધરપકડ કરતા વધુ માહિતી સામે આવી શકે છે. તેમજ રાજ્યમાં કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તેની માહિતી મળી શકે છે. તેમજ પૂજા નામની યુવતી દુલ્હન બની હતી. તથા અન્ય સાગરીતો પિતા, મામા, મામીનો કીરદાર નિભાવ્યો હતો. ત્યારે લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ અંજારમાં ગુનો નોંધાયો હતો. તેથી પોલીસે તમામ આરોપીઓની કસ્ટડી અંજાર પોલીસને સોંપી છે.


