By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    7 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: જાણો મતગણતરીની વિગતવાર માહિતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: જાણો મતગણતરીની વિગતવાર માહિતી

agragujaratnews
Last updated: 2024/06/03 at 4:35 PM
2 years ago
Share
Ahmedabad News: જાણો મતગણતરીની વિગતવાર માહિતી
SHARE

  • 4 જૂનના રોજ યોજાશે લોકસભા ચૂંટણી-2024ની મતગણતરી
  • મતગણતરીએ ચૂંટણીનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો
  • કેવી રીતે કરવામાં આવે છે મતગણતરીનું સંચાલન

ભારતમાં વિવિધ ચૂંટણી પ્રક્રિયાનો અંતિમ પડાવ એટલે મતગણતરી હોય છે. આગામી તા. 4 જૂનના રોજ ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતગણતરી યોજાશે. ચૂંટણીના વિવિધ પડાવો બાદ અને અલગ અલગ તબક્કામાં થતા મતદાન બાદ સૌની આતુરતાનો અંત લાવતો દિવસ એટલે મતગણતરીનો દિવસ. ખોટી, અનિયમિત અથવા બેદરકારી ભરેલી મતગણતરીના કારણે આખી ચૂંટણી પ્રક્રિયા રદ પણ કરવામાં આવી શકે છે. મતગણતરીએ ચૂંટણીના દરેક તબક્કાઓમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે. મતગણતરીના દિવસે અમુક ચોક્કસ પ્રકારના નિયમો મુજબ કામગીરી કરવામાં આવે છે.

મતગણતરી પહેલાની તૈયારીઓ

ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી પહેલા ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. મતગણતરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા મતગણતરીના દિવસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં મતગણતરી કરનાર સ્ટાફની તાલીમ, કાઉન્ટિંગ હોલની તૈયારીઓ તથા ઉમેદવારોને કાઉન્ટિંગ હોલમાં કાઉન્ટિંગ ટેબલની ગોઠવણ અંગે લેખિત જાણકારી આપવા સહિત મતગણતરી માટે જરૂરી સાધન સામગ્રી અને પૂરતી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

મતગણતરી કરવામાં આવે તે હોલમાં ચૂંટણીના સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. કાઉન્ટિંગ સ્થળ ઉપર પણ મતગણતરી માટે ફરજ ઉપર મૂકવામાં આવેલ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ અને આવશ્યક સેવાઓના કાર્ડ ધરાવતા નાગરિકો જ હાજર રહી શકે છે. તેમજ મતગણતરીની ફરજમાં રોકાયેલા તમામ સ્ટાફને તાલીમ આપવામાં આવે છે.

મતગણતરીની તાલીમ દરમિયાન કાઉન્ટિંગ હોલના લેઆઉટ અને મતોની ગણતરી માટેના ટેબલની સ્પષ્ટ સમજ મતગણતરી માટે નિમણૂક પામેલ દરેકને આપવામાં આવે છે. મતગણતરીની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7થી 8 કલાક જેટલો સમય લાગી શકે છે. આ કારણસર મતદાનની પ્રક્રિયાની જેમ અહીં પણ સ્ટાફનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. મતગણતરીના સ્ટાફનું ત્રણ વખત રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. પહેલું રેન્ડમાઇઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવે છે.

મતગણતરીના દિવસની કામગીરી

મતગણતરીના દિવસે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ કરી દેવામાં આવે છે. જેથી વહેલી સવારથી જ ચૂંટણી સ્ટાફ કેમ્પસમાં પ્રવેશ મેળવવાનું શરૂ કરી દે છે. ચૂંટણી સ્ટાફને સૌ પ્રથમ ત્રિ-સ્તરીય ચકાસણીમાંથી પસાર થવાનું હોય છે. ત્રિ-સ્તરીય ચકાસણીના પહેલા સ્તરમાં મતગણતરી પરિસરની 100 મીટરની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. એન્ટ્રી ગેટ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ઉમેદવાર, ગણતરી એજન્ટો, સ્ટાફ, મીડિયાકર્મીઓના પ્રવેશ પહેલા જરૂરી અને સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. બીજા સ્તરમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રવેશ મેળવતા સ્ટાફના આઇકાર્ડ સહિત પ્રતિબંધિત વસ્તુઓની પણ ખાસ ચકાસણી કરવામાં આવે છે. ત્રીજા સ્તરમાં આર્મ્ડ પોલીસ કાઉન્ટિંગ હોલના દરવાજા પાસે હોય છે. જે આવશ્યક સેવાકર્મીઓ સિવાય કોઇને કાઉન્ટિંગ ટેબલ પાસે પ્રવેશ મેળવવા દેતા નથી.

ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે. ત્યાર બાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી, કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવે છે અને સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ અને ETPBની ગણતરીથી મતગણતરી શરૂ કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ બાદ 30 મીનીટ પછી રાઉન્ડ પ્રમાણે મશીનોના મતની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.

કંટ્રોલ યુનિટમાં જરૂરી સીલને દૂર કરી પરિણામ વિભાગના એડ્રેસ ટેગને દૂર કરવામાં આવે છે, અને પરિણામ બટન દબાવતા જ નોટા સહિત દરેક ઉમેદવાર માટે નોંધાયેલા મતોની કુલ સંખ્યા મતદાન મથક સીયુની ડિસ્પ્લે પેનલમાં આપમેળે પ્રદર્શિત થાય છે. જેની કાઉન્ટિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક નોંધણી કરવામાં આવે છે. મતગણરી દરમિયાન સૂક્ષ્મ નિરીક્ષકો દરેક રાઉન્ડમાં ગણતરી કરવામાં આવતા CU દ્વારા દર્શાવવામાં આવેલા મતોની વિગતો નોંધે છે. સૂક્ષ્મ નિરીક્ષકો પ્રી-પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ ઉપર CU નંબર, રાઉન્ડ નંબર, ટેબલ નંબર, પોલિંગ સ્ટેશન નંબર, અને ત્યારબાદ NOTA સહિત તમામ સ્પર્ધક ઉમેદવારોના નામો, બેલેટ પેપર વગેરેની માહિતી નોંધે છે.

કમ્પ્યૂટરમાં ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના ડેટા એકઠા કરવા માટે વિકસાવવામાં આવેલ ENCORE પ્રોગ્રામમાં કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમીટ એન્ટ્રી થયા બાદ પ્રિન્ટ આઉટ લઇ સૂક્ષ્મ નિરીક્ષકોના નિવેદનના અંતે તેમની સહીઓ માટે મૂકવામાં આવશે. દરેક રાઉન્ડ પૂર્ણ થયા પછી નિરીક્ષકને નિવેદન સોંપવામાં આવશે. મતગણતરીની ચોક્કસતાના માપદંડ તરીકે ઓબ્ઝર્વર વધારાના મતગણતરી સ્ટાફની મદદથી દરેક રાઉન્ડમાં ગણતરી કરેલ બે સીયુને રેન્ડમલી પસંદ કરી ક્રોસ ચેકીંગ કરે છે.

તમામ CUના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જ VVPATની સ્લીપ્સની ગણતરી શરૂ કરવામાં આવે છે. મતગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ પત્રક તૈયાર કરવામાં આવે છે. જેમાં દરેક ઉમેદવારને મળેલા કુલ મતોની ઘોષણા કરવામાં આવે છે. રાઉન્ડ પ્રમાણેના ડેટા પ્રદર્શિત કરી દેવામાં આવે છે. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાય છે.

પરિણામ જાહેર થયા પછીની પ્રક્રિયા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામની જાહેરાત પછી, તમામ નિયંત્રણ એકમો, પાવર-પેકને દૂર કર્યા પછી તેમના સંબંધિત વહન કેસોમાં રાખવામાં આવે છે, અને સરનામાં ટેગ સાથે સીલ કરવામાં આવે છે. VVPAT સ્લીપને જાડા કાળા પરબિડિયાઓમાં સ્થાનાંતરિત કરી, CU/VVPATની સીલિંગ, ચૂંટણીના કાગળો, CCTV ફુટેજ વગેરે જરૂરી તમામ દસ્તાવેજો સહી સલામત સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામનું સંકલન કરવા વિવિધ ફોર્મ્સને ભરવામાં આવે છે. પછી જ મતગણતરી કર્મચારીઓને આર.ઓ.ની પરવાનગી સાથે મતગણતરી હોલ છોડવા દેવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયામાં પણ ઉમેદવાર અથવા તેમના એજન્ટો સિલિંગ પ્રક્રિયામાં હાજર રહેશે. તમામ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરી, જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં તમામ સામગ્રી સીલ બંધ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે. પરિણામ જાહેર થતા ઉમેદવારને ચૂંટણીના વળતરનું પ્રમાણપત્ર સોંપી હારેલા ઉમેદવારોની ડિપોઝિટ નિયમોનુસાર જપ્ત કરવામાં આવે છે. આમ, દરેક જિલ્લા ચૂંટણી તંત્રના ડેટા રાજ્ય ચૂંટણી તંત્ર એકત્રિત કરે છે. તમામ રાજ્યના ડેટા ભારત ચૂંટણી તંત્ર દ્વારા એકઠા કરી અંતે પરિણામની જાહેરાત કરતા આચારસંહિતા પૂર્ણ થાય છે.

મતગણતરીને સંલગ્ન અન્ય બાબતો

ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સંદર્ભમાં ENCORE પોર્ટલ દ્વારા કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે સત્તાવાર ઉપયોગ માટે જરૂરી કમ્પ્યૂટર/લેપટોપ અથવા મોબાઇલ ઉપકરણોને મંજૂરી આપવામાં આવે છે. દરેક રાઉન્ડના પરિણામોની એક નકલ તે રાઉન્ડ પૂર્ણ થયા પછી તમામ ઉમેદવારો/એજન્ટો સાથે શેર કરવાની સાથે સાથે ENCORE પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવે છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM, VVPAT અને ચૂંટણીલક્ષી સામગ્રીનું વ્યવસ્થાપન

ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા તમામ EVM, VVPAT અને ચૂંટણીલક્ષી સામગ્રી, વિવિધ ફોર્મ, રજિસ્ટર ધરાવતા પેકેટો, ચૂંટણી પેપર ધરાવતા અન્ય તમામ પેકેટોને સ્ટ્રોંગ રૂમમાં સ્ટીલના થડ ધરાવતી જિલ્લા તિજોરી અથવા પેટા તિજોરીમાં ડબલ લોક હેઠળ મૂકવામાં આવે છે. જેની સલામત કસ્ટડી જિલ્લા ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે છે. ટ્રેઝરીમાંથી ચૂંટણીના રેકોર્ડની હિલચાલ અથવા નિકાલ વિશે તારીખ મુજબની લોગબૂક જાળવવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન જાહેરાતો, વિવિધ પ્રકારના ફોર્મ ભરવા, ડિપોઝીટ જપ્ત કરવી/પરત કરવી, વિવિધ ટીમોને ચૂંટણી ફરજ પરથી છૂટા કરવા, ચૂંટણી સાથે સંલગ્ન ડેટાને પ્રસારીત કરવા, ચૂંટણી ખર્ચનો હિસાબ, સીસીટીવી ફુટેજનું સ્ટોરેજ, વિવિધ પેપરના નિકાલ, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને વળતર વગેરે જેવી કામગીરી ચૂંટણી પૂરી થયા પછી સમયાંતરે નિભાવવામાં આવે છે.

ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી, કર્મચારીઓ માટે ચૂંટણીના દરેક તબક્કા સાથે બીજી અનેક બાબતો સંકળાયેલી હોય છે. આ દરેક બાબતોનું પોતાનું આગવું મહત્વ હોય છે. ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરવા સુધી દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળે છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ

Editor By Editor 6 days ago
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?