રાજકોટમાં નવ નાત વણિક સમાજની ઐતિહાસિક ‘વણિક જોડો’ યાત્રા સંપન્ન
‘જય વણિક’ના નારા સાથે રાજમાર્ગો ગુંજ્યા; જ્યુબિલી ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા અર્પણ કરી સમાપન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે નવ નાત વણિક સમાજ દ્વારા ઐતિહાસિક ‘વણિક જોડો’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સંગઠન, ભાઈચારો અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
આ યાત્રાને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, અગ્રણી મેહુલભાઈ રવાણી, રાકેશભાઈ જૈન, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, કોર્પોરેટર અરુણાબેન આડેસરા, વૈભવભાઈ ચોકસી, કોંગ્રેસ અગ્રણી મનીષાબા વાળા, શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગિયા, મહામંત્રી મયુરીબેન રાવલ, જૈન સમાજના અગ્રણી ભરતભાઈ દોશી, મૂર્તિપૂજક જૈન સમાજના અગ્રણી તનસુખભાઈ સંઘવી અને પ્રજ્ઞાનંદ કલ્યાણીભાઈ મોઢ સહિતના રાજકીય તથા સામાજિક મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
યાત્રામાં કાર, સ્કૂટર અને બાઈક સાથે સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો, વડીલો અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. રાજકોટના રાજમાર્ગો પર ‘જય વણિક’ના નારાઓ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર શહેરમાં એકતા અને સંગઠનનો સંદેશ ફેલાવ્યો હતો. યાત્રાનું સમાપન ઐતિહાસિક જ્યુબિલી વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.
નવ નાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ અને સંસ્થાપક પ્રશાંતભાઈ શાહની આગેવાનીમાં રાજકોટની સમગ્ર ટીમ ભાઇઓમાં નયનભાઈ રાણપરા, દિનેશભાઈ મોદી, યોગેશભાઈ બાવીશી, મયુરભાઈ શાહ, જીગ્નેશભાઈ વાગડીયા, સમીરભાઈ ઘોડાદ્રા, જસ્મિનભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ સોરઠીયા, વિરેનભાઈ મહેતા, મહાવીરભાઈ જૈન, પુષ્પકભાઈ જૈન, હિરેનભાઈ સંઘવી, ભરતભાઈ પારેખ અને મિલાપભાઈ શેઠ. બહેનોમાં સ્વીટીબેન મહેતા, દિપાલીબેન વોરા, આશાબેન ગોસાલિયા, ઋત્વીબેન વોરા અને શીતલબેન લુંભાણી સહિત રાષ્ટ્રીય, પ્રદેશ, સૌરાષ્ટ્ર અને જિલ્લા સ્તરના કાર્યકરો સાથે મળીને આયોજનને સફળ બનાવ્યું હતું.
આ યાત્રા સમાજને સંગઠિત કરવા, નવી પેઢીને સમાજ સાથે જોડવા અને પરસ્પર સહયોગ વિકસાવવા માટેનું સકારાત્મક અભિયાન બની રહેશે તેમ જણાવતા નવ નાત વણિક સમાજ (NNVS)ના રાષ્ટ્રીય પ્રમુખ અને સંસ્થાપક પ્રશાંતભાઈ શાહએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


