- ફાયર NOC અને BU પરમિશનને લઈ કાર્યવાહી
- 14 ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ
- ફાયર NOC, BUને લઈ 415 મિલકતધારકોને નોટિસ
વડોદરામાં ફાયર NOCને લઈ કાર્યવાહી યથાવત્ છે. જેમાં મનપાએ 7 પ્રિ-સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ સીલ કર્યા છે. તેમજ ફાયર NOC અને BU પરમિશનને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં 14 ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ ફાયર NOC, BUને લઈ 415 મિલકતધારકોને નોટિસ ફટકારવામાં આવી છે.
ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગની ટીમો 14 ટીમોએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડ દ્વારા સીલીંગ કામગીરી યથાવત છે. જેમાં વડોદરા શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમાં કોર્પોરેશન દ્વારા 7 પ્રિ સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ સીલ કર્યા છે. તેમજ ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગની ટીમો 14 ટીમોએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. અગાઉ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી પ્રત્યે બેદરકારી બદલ બે કોમ્પલેક્ષ તેમજ એક મોલને સીલ કરવામાં આવ્યા હતા.
બંસલ મોલનું પણ કનેક્શન કાપી નાખ્યું હતું
રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ, હાઇરાઇઝ બિલ્ડીંગો મોલ સહિતના સ્થળોએ ફાયર સેફટી માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ ફાયર બ્રિગેડ 10 હોસ્પિટલ અને ત્રણ સ્કૂલ સહિત કુલ 16 જણાને નોટીસ આપી હતી. ફાયર બ્રિગેડની ટીમે કારેલીબાગ વિસ્તારમાં અમિત નગર સર્કલ પાસે આવેલા વીઆઈપી વ્યુ કોમ્પલેક્ષ તેમજ આમ્રપાલી કોમ્પલેક્ષમાં ફાયર સેફટીની બેદરકારી બદલ વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. આ ઉપરાંત બંસલ મોલનું પણ કનેક્શન કાપી નાખ્યું હતું.


