- જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટીની બેદરકારી
- એક દિવસમાં બે અલગ અલગ ઘટના સામે આવી
- રીક્ષાચાલકે રીક્ષા હોસ્પિટલની અંદર ઘુસાડી
જામનગરની જી.જી હોસ્પિટલ કોઈ પણ રીતે વિવાદમાં રહેતી હોય છે,ત્યારે છેલ્લા બે દિવસથી જી.જી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જેમાં પહેલી ઘટના એવી છે કે જેમાં રખડતા શ્વાન હોસ્પિટલમાં ફરી રહ્યાં છે,તો બીજી તરફ રીક્ષા ચાલક દાદાગીરી કરીને કેસ બારી સુધી રીક્ષા લઈને પહોંચી ગયો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે.
રખડતા શ્વાન પણ ફરી રહ્યાં છે
હોસ્પિટલમાં સિકયુરિટી હોવા છત્તા રખડતા શ્વાન હોસ્પિટલમાં અંદર ફરી રહ્યાં છે,સિકયુરિટી શું કરી રહી છે તે પણ એક સવાલ છે.અગાઉ પણ શ્વાન હોસ્પિટલના વોર્ડમાં ઘુસી ગયા હતા તેઓ વીડિયો સામે આવ્યા હતા.
હોસ્પિટલમાં રીક્ષા ચાલકે રીક્ષા દર્દી સાથે અંદર ઘુસાડી
ગત મોડી રાત્રીના સમયે રીક્ષાચાલકે દાદાગીરી કરીને રીક્ષા કેસ બારી સુધી લઈ ગયો હતો.સિકયુરિટીએ રોકયો તેમ છત્તા રીક્ષા ચાલક દાદાગીરી કરીને રીક્ષા અંદર સુધી લઈ ગયો હતો.તેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
24 મે 2024ના રોજ પણ શ્વાન રખડતા હતા હોસ્પિટલમાં
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસ કરાયા પછી કસૂરવાર એવા પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરના એક દિવસના પગાર કાપી દેવામાં આવ્યા હતા.શ્વાન દ્વારા લોહીવાળો ગાભો લઈ જવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો હતો, જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.


