- અમદાવાદમાં જાહેર રસ્તા પર લુખ્ખાઓ ફરી બેફામ બન્યા
- નિકોલમાં જાહેરમાં 2 જૂથ આમને સામને
- મારામારીનો વીડિયો વાયરલ થતાં નિકોલ પોલીસ સામે સવાલો
અમદાવાદમાં જાહેર રસ્તા પર લુખ્ખાઓ ફરી બેફામ બન્યા છે. નિકોલમાં જાહેરમાં 2 જૂથ આમને સામને. મોડી રાત્રે મારામારી કરતા લોકોમાં ભયનો માહોલ. મારામારીનો વીડિયો વાયરલ થતાં નિકોલ પોલીસ સામે સવાલો થયા ઊભા. વીડિયો ઉત્તમ નગર નજીકનો હોવાનું અનુમાન. છરી, તલવાર સાથે ફરતા હોવાનો વીડિયો વાયરલ
છરી, તલવાર સાથે ફરતા હોવાનો વીડિયો વાયરલ
જાહેરમાં મારામારીને લઈ નિકોલ પોલીસ સામે સવાલ. વાયરલ વીડિયો બાદ પોલીસ કાર્યવાહીને લઈ શંકા ઉભી થઇ છે. અમદાવાદમાં સોશિયલ મીડિયા પર એક-બીજાને ટાર્ગેટ કરીને કેટલાક લુખ્ખા તત્ત્વોએ તકરાર કરી હતી મામલો વધારે બગડતા એક-બીજા જૂથે તને જોઇ લેશુ કહીને બે જૂથ આમને સામને આવી ગયા હતા. છરી, તલવાર સાથે ફરતા હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મોડી રાત્રે જાહેરમાં રસ્તાઓ પર મારામારી કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક વખત ફરીથી આવા વીડિયો સામે આવતા નિકોલ પોલીસ અને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.


